નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના મોટા ભાગના યુવાનો વિદેશ જવાની હોડમાં કાયદેસર અથવા તો ગેરકાયદે રસ્તે વિદેશ જવાના પ્રયત્નો કરતા હોય છે. તેમાં કેટલાક એજન્ટ્સ આવા યુવાનો અને વિદેશ જવાની લાલશા ઘરવતા લોકોને ઠગતા હોય છે. અમેરિકા અને કેનેડાની બોર્ડર પર થોડા સમય પહેલા બનેલી અનઇચ્છનીય ઘટનાના કારણે ભારતમાં અને ગુજરાતમાં રહેલા આવા એજન્ટ્સ પર પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગાંધીનગર પોલીસ દ્વારા આવા કેટલાક એજન્ટ્સ પકડવામાં આવ્યા હતા. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા 4 એજન્ટ્સને પકડવામાં આવ્યા છે.
ખોટી રીતે પાસપોર્ટ અને વિઝા બનાવીને ભારતીય નાગરિકોને અમેરિકા મોકલતા ચાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પકડી લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ પ્રજાપતિ, હરેશ પટેલ, હાર્દિક પટેલ અને રજત ચાવડા નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ જે વ્યક્તિને વિદેશ જવું હોય તેમની પાસેથી 60થી 65 લાખ રૂપિયા લેતા હતા અને ખોટા પાસપોર્ટ અને વિઝા કરાવીને તેમને વિદેશ મોકલી આપતા હતા.
આરોપી હરેશ પટેલ અને હાર્દિક પટેલ બંને પિતા-પુત્ર છે અને છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરતાં હતા અને અત્યાર સુધી તેમણે 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ અને વિઝા કરાવીને વિદેશ મોકલ્યા છે. આ આરોપીઓ જેને વિદેશ જવું હોય તેમને અલગ અલગ નામથી પાસપોર્ટ કાઢીને નાઈઝેરીયા અને મેક્ષિકો મારફતે અમેરીકામાં ઘુસાડવાનું કામ કરતાં હતા. દિલ્હીમાં અરહેલા એજન્ટ્સની મદદથી આ લોકો આ કામ કરતાં હતા.
આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને અમેરિકા જવું હોવાના કારણે તેમણે પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે અમેરિકા જવા માટે ફેમેલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા. જે આધારે બન્ને નાઇઝેરીયા વિઝા માટે દિલ્હી જઇ અરજી કરી હતી તેના આધારે નાઇઝેરીયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવી અમેરિકા મેક્સિકો બોર્ડર થી અમેરિકા રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી એમરીકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.
આ વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આરોપીઓએ અગાઉ કેટલા લોકોને આવી રીતે ખોટા પાસપોર્ટ અને વિઝા બનાવીને વિદેશ મોકલ્યા છે તેની પણ આગામી સમયમાં તપાસ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












