Saturday, June 3, 2023
HomeGeneralકોર્ટનો કોરડોઃ સુરતમાં માતા-પુત્રીના હત્યારાને ફાંસી, મદદ કરનારાને આજીવન કેદની સજા

કોર્ટનો કોરડોઃ સુરતમાં માતા-પુત્રીના હત્યારાને ફાંસી, મદદ કરનારાને આજીવન કેદની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ માતા-પુત્રીની હત્યા કરી લાશ પાંડેસરા વિસ્તારમાં ફેંકી દેવાના કેસમાં પકડાયેલા બન્નેને આજે સોમવારે સજા ફટકારવામાં આવી છે. હત્યારાને ફાંસીની ને તેને મદદ કરનારાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એ ઉપરાંત જેની હત્યા કરવામાં આવી હતી તે કિશોરીના નાના-નાનીને રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.



2018ના વર્ષમાં પાંડેસરા પોલીસ મથકની હદમાંથી 11 વર્ષીય કિશોરીની લાશ મળ્યાના ત્રણ દિવસ પછી 40 વર્ષીય મહિલાની લાશ મળી હતી. જે બન્ને માતા-પુત્રી હોવાનું તપાસમાં ફલિત થયું હતું. જે બન્નેની હત્યા કરવામાં આવી હોવાનું સપાટી પર આવતા બન્ને ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરસહાય ગુર્જર અને હરિઓમ ગુર્જરને પકડી પાડી પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી. તમામ પુરાવા, સાક્ષીઓને તપાસ્યા બાદ સોમવારે જજ એ.એચ. ધામાણીએ પોતાનો ચૂકાદો જાહેર કર્યો હતો. જેમાં હરસહાય ગુર્જરને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 11 વર્ષીય કિશોરીના નાના-નાનીને રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.



આ કિસ્સામાં હરસાય ગુર્જરે પહેલા મહિલાની હત્યા કરી. જે મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. જે પત્ની તરીકે ઘરે રેવાની જીદ્દ પકડીને બેઠી હતી. જેથી તેની હત્યા કરી નાખી હતી. આ હત્યા પુત્રીએ નજરે જોઇ હોવાથી ભવિષ્યે ભાંડો ફૂટી જશે એ વાતને ધ્યાને લઈ પુત્રીની પણ હત્યા કરી નાખી હતી. આમ, બન્નેની હત્યા હરસહાય ગુર્જરે કરી હતી. જ્યારે હરિઓમે બન્ને કિસ્સામાં મદદ કરી હતી. જેથી હરસહાયને ફાંસી અને હરિઓમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

- Advertisement -

આ તપાસ તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્મા (હાલ નિવૃત્ત)ના સીધા સુપરવિઝન તળે ક્રાઇમ બ્રાન્ચની મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાની મદદથી તત્કાલીન પોઈ બી.એન. દવે (હાલ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરત) અને તેમની ટીમે કરી હતી.ચુકાદા બાદ એસીપી બી.એન. દવેએ કહ્યું કે આજે જિંદગીનો સૌથી મોટો આનંદ અનુભવું છું. કારણ કે એક ગરીબ, અજાણી વ્યક્તિની હત્યા કરનારાને યોગ્ય સજા મળી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular