Wednesday, July 1, 2026
HomeGeneralબાગબાન તમાકુ ગુટખા ઉત્પાદક ગ્રુપ પર ઈન્કમટેક્સના દરોડા, 31 સ્થળો પર ઓપરેશન

બાગબાન તમાકુ ગુટખા ઉત્પાદક ગ્રુપ પર ઈન્કમટેક્સના દરોડા, 31 સ્થળો પર ઓપરેશન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા છે. બાગબાન ગ્રુપના 31 સ્થળો પર આઈટીના દરોડા પડ્યા છે. નામાંકિત તમાકુના ઉત્પાદક બાગબાન કંપની અને તેની સામે સંકળાયેલા ભાગીદારોના સ્થળે દરોડા પડતાં ભારે ચર્ચા ઉઠી છે.

જાણીતી તમાકુ અને ગુટખા જેવા પ્રોડક્ટ્સના ઉત્પાદક બાગબાન કંપની અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી છે. બાગબાન ગ્રુપના કૌશિક મજીઠીયા, રાજુ મજીઠીયા અને તેજસ મજીઠીયાને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. સિંધુભવન રોડ તથા બોડકદેવ પરનાર ઊર્મિન હાઉસ ઉપરાંત ચાંગોદરમાં તમાકુ અને નમકીનની ફેક્ટરીઝ છે. આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ અને રાજકોટી ટીમ પણ સમાવિષ્ટ હતી. મોટી સંખ્યામાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ આ ઓપરેશનમાં લાગ્યા હતા.



બાગબાન ગ્રુપ જર્દા, પેકેજિંગ, કન્સ્ટ્રક્શન અને એફએમસીજી સાથે પણ જોડાયેલું છે. ગ્રુપની તમામ ઓફીસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મજેઠીયા બંધુઓના બેનામી વ્યવહારો, અપ્રમાણસની મિલકતો, દસ્તાવેજો અને બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular