નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં હાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર લેટર બોમ્બ ફેંકી રહ્યા છે, આ નેતાઓ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રશિયા અને યુક્રેનના યુદ્ધની જેમ જ એક બીજા પર તીખા પ્રહારો કરાઈ રહ્યા છે. જોકે ફરક એટલો છે કે અહીં બંને પક્ષોમાં લોકોને રાજકીય રીતે પુરા કરી દેવાની રેસ લાગી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આજે ફરી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પત્ર લખી કહ્યું છે કે ગોવિંદભાઈ તમે અને વિજય રુપાણી લોક પ્રતિનિધિ છો, ફક્ત કાર્યકર નથી. તમારા મતભેદની સારી-ખરાબ અસર લોકોને ભોગવવી પડે છે. તમારા મતભેદમાં પ્રજા ભુલાય છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગોવિંદ પટેલ દ્વારા ઈન્દ્રનિલ રાજ્યગુરુને કહેવામાં આવ્યું હતું કે, મારા અને વિજયભાઈ વચ્ચે મનભેદ હોઈ શકે પણ મતભેદ નથી, તમે તમારી પાર્ટી સંભાળો, ત્યારે ઈન્દ્રનિલ રાજ્યગુરુએ પણ જવાબ આપ્યો હતો. આમ સામ સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો અને પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે ઈન્દ્રનિલ રાજ્યગુરુએ કહ્યું છે કે, વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તમે (ગોવિંદ પટેલ) પાર્ટીના દબાણવશથઈને છેલ્લા ચાર વર્ષથી પોલીસ અને સરકારી તંત્રને ખુલ્લો દૌર ભાજપના ભ્રષ્ટાચાર માટે નીતિન ભારદ્વાજની આગેવાનીમાં થયો ત્યારે તમે ભાજપમાં રહ્યા અને લોક પ્રતિનિધિત્વનું કર્તવ્ય ચુક્યા છો, હવે આકાઓને વિજયભાઈને માપમા રાખવાના ઈરાદે તમે અને રામભાઈ મેદનમાં આવ્યા અને તમે પોલીસનો દુરુપયોગ કરવા માટે જે ધંધાદારી વ્યક્તિએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેની મદદ કરવા આવ્યા અને પોલીસનો ભોગ બનેલા બીજાઓ માટે તમનેઅમે જાણ કરવા છત્તા કશું કરવા માગતા નથી તે જ પુરવાર કરે છે કે ભાજપના જ ફાયદા નુકસાન માટે તમે કામ કરો છો કે લોકોના ફાયદા માટે?
ગોવિંદભાઈ તમારી સૌમ્યતા પાછળ પદ માટે તમારી લાલસા અને ભાજપ આપને કોઈ પદ નહીં આપે તેવો ભય પણ સામાન્ય લોકોની મુશ્કેલી વધારતા હોય છે તે સૌમ્યતા નિરર્થક છે. તમે કહ્યું કે, સરકારે પગલા લીધા તો અત્યારસુધી વિજયભાઈની સરકાર હતી તો તે ચૂકી ગયા હતા એમ અર્થ કરવો રહ્યો અને સૌ જાણે છે કોઈપણ મુખ્યમંત્રી હોય ભાજપના રીત રીવાજ મુજબ ભ્રષ્ટાચાર કરો અને દબાવોની નીતિનો અમલ કરવો તે ફરજીયાત હોય છે તે તમે પણ જાણો જ છો. ઉલ્લેખનીય છે કે 500 કરોડની જમીનના ભ્રષ્ટાચાર મામલે ઈન્દ્રનિલ રાજ્યગુરુએ કરેલી ટિપ્પણી પર વિજય રુપાણીએ તેમની સામે બદનક્ષી કરી છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












