Sunday, September 6, 2026
HomeGujaratSuratસુરત: ઓલપાડમાં પ્રેમ લગ્નને કારણે બે સમાજ વચ્ચે પથ્થરમારો, SP હિતેષ જોયસરે...

સુરત: ઓલપાડમાં પ્રેમ લગ્નને કારણે બે સમાજ વચ્ચે પથ્થરમારો, SP હિતેષ જોયસરે આપી ચેતવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Riots: સુરતના ઓલપાડ (Olpad) વિસ્તારમાં ગત 25 તારીખનાં રોજ એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન (Love marriage) કર્યા હતા. આ યુવક અને યુવતી બંનેના ધર્મ અલગ હોવાને કારણે છેલ્લા બે દિવસથી ઓલપાડ ટાઉન વિસ્તારમાં વાતાવરણ ગરમ હતું. ઓલપાડમાં કોઈ પણ પ્રકારે શાંતિ ડોહળાય નહીં તેના માટે સુરત પોલીસ (Surat Police) દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી હતી, તેમ છતાં ગત રાત્રિએ કેટલાક અસામાજિક તત્વો (Anti Social Elements) એકત્રિત થઈ ગયા હતા અને બંને ધર્મના લોકોએ એકબીજા ઉપર પથ્થરમારો (Stone Pelting) કર્યો હતો. જોકે હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લઈ લેવામાં આવી છે.

stone pelting in olpad Surat
stone pelting in olpad Surat

સુરત ગ્રામ્યના એસપી હિતેષ જોયસરે જણાવ્યું હતું કે, “ઓલપાડના પરા વિસ્તારમાં 25 તારીખે એક છોકરી ભાગી ગઈ હતી અને એક છોકરા સાથે તેણે લગ્ન કરી લીધા હતા. જેના અનુસંધાને રાત્રિના 9:30-10 વાગ્યેના અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ છોકરાના ઘરે જઈને તેને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ છોકરો અહિયાંનો રહેવાશી નથી, તે અહીં ભાડાના મકાનમાં રહે છે. આ ઘટના બાદ બંને પક્ષે થોડા ઘણા ટોળાં એકત્રિત થઈ ગયા હતા. આ વાતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને તાત્કાલિક કાબુમાં લઈ લેવામાં આવી છે.”

- Advertisement -

અસામાજિક તત્વોને ચેતવણી આપતા SP હિતેષ જોયસરે જણાવ્યું હતું કે, “બંને સમાજના આગેવાનો સાથે વાત કર્યા બાદ પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડોહળાય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. જોકે પોલીસે હાલ પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી છે. અમે લોકોને અપીલ કરીએ છે કે કોઈ પણ પ્રકારે કોઇની પણ વાતમાં આવીને શાંતિ ડોહળાય તેવું કોઈ કામ ન કરવું. હાલ સોશિયલ મીડિયામાં પણ જે પ્રકારે અશાંતિ ફેલાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેમને અમે ચેતવણી આપીએ છે કે જે કોઈ આવું કામ કરશે તેમની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. જેથી તમામ લોકો આવી પ્રવૃત્તિઓથી દૂર રહે.”

Tag: Surat communal riots, stone pelting in olpad, Surat Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular