નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Edible oil prices fall: દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સતત મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. આ મોંઘવારીની (inflation) સૌથી વધારે અસર ગૃહિણીઓને થાય છે, કારણ કે જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થવાને કારણે ઘર ચલાવવા માટે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે. ત્યારે હવે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં ઘટાડો (Edible oil prices fall)કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંગતેલની લેવાલીમાં ઘટાડો નોંધાયો હોવાને કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તેવું નિષ્ણાતોનું માનવું છે. છેલ્લા 17 દિવસમાં સીંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 130 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મહિના અગાઉ સીંગતેલના ડબ્બાનો ભાવ 2940 થી 2990 રૂપિયા હતો જે હવે ઘટીને 2810 થી 2890 પહોંચ્યો છે.
ત્યારે બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ 90 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. અગાઉ કપાસિયા તેલનો ભાવ 2 હજાર રૂપિયાને પાર હતો જે હવે 1920 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. તેમજ પામતેલના ભાવમાં પણ 50 રૂપિયાના ઘટાડાથી મધ્યમવર્ગને મોટી રાહત મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભાવ ઘટાડાને કારણે છેલ્લા ઘણા સમયથી જે મોંઘવારીનો બોઝ સામાન્ય માણસ ઉપર પડી રહ્યો હતો તેમાંથી થોડીઘણી રાહત તો મળશે. તેમ છતાં અન્ય જરૂરિયાતની વસ્તુઓની મોંઘવારી તો સામાન્ય લોકોને રોજબરોજ હેરાન કરે જ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








