નવજીવન. સુરત: સુરતમાં એક પ્રાઈવેટ બસમાં એકા એક આગ લગતા બસમાં બેઠેલી એક મહિલા બસમાં જ સળગી ગઈ હોવાની ઘટના ગઇકાલે રાતે સામે આવી હતી. સુરતમાં વરછા વિસ્તારમાં ગઇકાલે રાતે 9 વગેની આસપાસ ભાવનગર તરફ જવા નીકળેલી એક ખાનગી બસમાં અચાનક ધડાકાભેર આગ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે બસ અચાનક જાતકા સાથે બંધ થાય છે અને ત્યાર બાદ બસમાં બ્લાસ્ટ થયો હતો. બસમાં આગની ઘટનામાં જે યુવતીનું મૃત્યુ થયું તે યુવતી અને તેનો પતિ હનીમૂન માટે ગોવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ એસી બસમાં ફોન અને લેપટોપ ચર્જિંગ કરવા માટેના પોઈન્ટ હતા. જેમાં પહેલા શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યાર બાદ બસમાં આગ લાગી હતી. બસમાં આગ લગતા એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો અને આખી બસમાં આગ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન બસમાં બેઠેલા એક યુગલમાંથી યુવક બારીમાંથી કૂદીને બહાર નીકળી ગયો પરંતુ યુવતી બસમાં ફસાઈ ગઈ હતી અને આગની ઝપેટમાં આવી ગઈ હતી.
મળતી માહીતી મુજબ આ યુગલે થોડા સમય અગાઉ જ લગ્ન કર્યું હતું. ભાવનગરના મૂળ વાતની આ યુગલે લગ્ન બાદ હનીમૂન માટે સુરતથી ગોવા આવવા જવાની ફ્લાઇટ બુક કરી હતી. હનીમૂન કરીને ભાવનગર જવા માટે તેમણે સુરતથી એક રાજધાની નામની ખાનગી બસમાં નીકળ્યા હતા. પરંતુ બસમાં આગ લગતા યુવક તો બારીમાંથી કૂદી ગયો પરંતુ યુવતી બસમાં ફસાઈ ગઈ અને સળગી ગઈ હતી.
બસમાં લાગેલી ભીષણ આગમાં યુવકની પત્નીનું મૃત્યુ થયું હતું જ્યારે યુવક ઇજાગ્રસ્ત થયો હતો. તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે અત્યારે પોલીસ તાપસ કરી રહી છે. આગ લાગવાનુ કારણ જાણવા માટે પોલીસ ફોરેન્સિકની પણ મદદ લેશે.
Video સુરતઃ બસમાં અચાનક લાગી આગ, હનીમૂન કરીને આવેલા યુગલમાંથી યુવતી ભડથુ થઈ, યુવક બારીમાંથી કુદી જતા બચ્યો pic.twitter.com/CtmonH7k2D
— Navajivan News (@NavajivanNews) January 20, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












