Sunday, June 7, 2026
HomeGujaratSuratસુરતઃ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે રમી રહી હતી માસૂમ બાળકી, ફૂલ સ્પીડમાં કચડી...

સુરતઃ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે રમી રહી હતી માસૂમ બાળકી, ફૂલ સ્પીડમાં કચડી નાખી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) કામરેજ વિસ્તારમાં આવેલા વેલંજા ખાતે કારચાલકની બેદરકારીના કારણે એક માસૂમનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. બાળકી સાવરના સમયે પાર્કિંગ પાસે રમી રહ્યી હતી. તે દરમિયાન બેદરકારીપૂર્વક કાર હંકારતા કારચાલકે માસૂમ બાળકને કચડી નાખ્યું હતું. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતની ઘટના બાદ પિડિત પરિવારે પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા CCTV કેમેરા કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે કામરેજ પોલીસે (Kamrej Police) તપાસ હાથધરી છે.

બનાવની વિગતો મુજબ, આજરોજ સવારના સમયે કામરેજ વિસ્તારના વેલંજા ખાતે એપાર્ટમેન્ટના પાર્કિગ પાસે એક માસૂમ બાળકી રમી રહી હતી. તે દરમિયાન એક કાર ચાલેક સ્પીડમાં કાર ચલાવી પાર્કિંગમાં આવતા ત્યાં પર રમી રહેલી બાળકી પર કારનું ટાયર ફરી વળ્યું હતું. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા રડવાનો આવાજ આવતા બાળકીના પરિવારજનો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં પડેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ મોકલી આપી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ કિસ્સામાં પિડિત પરિવારે પોલીસને કોઈ ફરિયાદ કરી ન હતી.

- Advertisement -

ત્યારે સમ્રગ અકસ્માતની ઘટના કોમ્પેલેક્ષમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે પિડિતના નિવેદન નોંધી કાર ચાલકની તપાસ હાથધરી છે.

Tag: Surat Crime News, Suat Live News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular