નવજીવન ન્યૂઝ. સાણંદ: Sanand Closed Today: ગુજરાતમાં તાજેતરમાં અલગ અલગ નગરપાલિકાઓમાં વેરામાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં આ વેરાના વધારા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદનાં (Ahmedabad) સાણંદમાં નગરપાલિકા (Sanand Nagarpalika) દ્વારા મિલકત વેરો, સફાઈ વેરો અને પાણી વેરામાં લગભગ ત્રણ ગણો વધારો (Tax Hike) કર્યો છે, તેના અનુસંધાને સાણંદના (Sanand) વેપારીઓ અને દુકાનદારો દ્વારા સ્વયંભુ બંધ પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સાણંદ નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ છે અને વેરામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. જો આગામી સમયમાં આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો લોકોએ ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે.
એક તરફ મોંઘવારીના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા અચાનક જ વેરામાં વધારો કરવામાં આવતા લોકોમાં અક્રોસ જોવા મળી રહ્યો છે. સાણંદ નગરપાલિકા દ્વારા પાણીવેરો 800 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યો છે, સફાઈ વેરો 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ રહેણાંક વિસ્તારમાં 200 ટકા જેટલો ટેક્સ વધારો તેમજ કોર્મશિયલ ટેક્સમાં 400 ટકા જટેલો વધારો કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે સાણંદના લોકો દ્વારા વેરા વધારાના વિરોધમાં ધંધા-વેપાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. તેમજ નગરપાલિકાના આ વેરામાં વધારાનો તઘલખી નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માગ કરી છે. લોકોએ પાલિકાને ચિમકી ઉચ્ચારતા કહ્યું છે કે, જો નગરપાલિકા દ્વારા વેરો વધારો પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
બીજી તરફ લોકોએ નગરપાલિકાની કામગીરી સામે આક્ષેપ કરતા કહ્યું છે કે, પ્રથામિક સુવિધામાં આપવામાં પણ સાણંદ નગરપાલિકા નિષ્ફળ નિવડી છે. ત્યારે હવે એકસાથે ત્રણ ગણો વેરા વધારો કરતા સામાન્ય જનતાની સ્થિતિ કફોડી બની છે. તેમણે આ બાબતે પાલિકાને રજૂઆત કરી આ નિર્ણય પર પુન:વિચાર કરવામાં આવે તેવી માગણી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








