નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News : કળિયુગ તેની પરાકાષ્ઠા વટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હત્યા, બળાત્કાર, ચરસ ગાંજાની હેરાફેરી જેવી ગંભીર પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વિકૃત માનસિકતા ધરાવતા લોકો કોઈ પણ હદે જઈ શકે તે બાબતને સાચી ઠેરવતી દુષ્કર્મની ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં 9 વર્ષની માતા-પિતા સાથે સૂઈ રહેલી દીકરીને ઉપાડી જઈ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના (Surat) પલસાણા વિસ્તારમાં રહી મજૂરી કામ કરતાં પરિવારની 9 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યાની વાત સામે આવી છે. મજૂર પરિવાર રાત્રે પોતાની 9 વર્ષની દીકરી સાથે સૂઈ રહી હતી, ત્યારે મધ્યપ્રદેશના રતલામથી આવેલો નરાધમ આ દીકરીને ઉપાડી ગયો હતો. નરાધમ બાળકીને રાતના અંધારામાં શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં લઈ જઈ નરાધમે પોતાનું પોત પ્રકાશ્યું હતું. બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમ ફરાર થઈ ગયો હતો. દુષ્કર્મથી પીડિત બાળકી રડતી રડતી નજીકના હાઈવે પર ગઈ હતી. જ્યાંથી એક યુવક પસાર થઈ રહ્યો હતો. આ યુવકે બાળકી પાસે જઈ પૂછતા બાળકીએ સમગ્ર ઘટનાની વાત કરતા યુવકે બાળકીને માતા-પિતા પાસે પહોંચાડી હતી.
બાળકીના માતા-પિતાએ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે LCB તથા સ્થાનિક પોલીસે તપાસ કરતાં CCTV કેમેરામાં એક શકમંદ વ્યક્તિ જણાઈ આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પૂછપરછ કરતાં આરોપી કાંતિલાલ ડેડીયાર મધ્યપ્રદેશના રતલામનો હોવાનું અને બાળકી સાથે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે (Surat Police) આરોપીની ધરપકડ કરી બળાત્કાર,અપહરણ,પોક્સો મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796