નવજીવન ન્યૂઝ. સાંબરકાંઠા: Sabarkantha News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી IAS અધિકારીઓનાં કાંડ સામે આવવાની ઘટના સતત બની રહી છે. થોડા સમય અગાઉ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લંગા (S K Laga) સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી અને ગાંધીનગર પોલીસે તેમની ધરપકડ કરી છે. ત્યાર બાદ તાજેતરમાં આણંદના કલેક્ટરનો એક કથિત વિડીયો વાયરલ થવાની ઘટના સામે આવી હતી, ત્યારે હવે સાબરકાંઠાના કલેક્ટર (Sabarkantha Collector)નૈમેષ દવે (Naimesh Dave) સામે ભૂમાફિયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની ACBમાં ફરિયાદ નોંધાઈ છે.
શું છે સાબરકાંઠા કલેક્ટર સામેની ફરીયાદની વિગત ?
સાબરકાંઠા કલેકટર નૈમેશ દવે વિરુદ્ધમાં ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. નિત્યાનંદની કરતૂતોનો પર્દાફાશ કરનારા વકીલે સાબરકાંઠા કલેક્ટરના ભ્રષ્ટાચારના પણ પુરાવા મેળવ્યા હોવાનો દાવો કર્યો છે. આ અંગે હાઈકોર્ટના વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. આ કેસમાં ઉચ્ચકક્ષાએ તપાસ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ફરિયાદ કરવામાં આવી હતી.
સાબરકાંઠા કલેકટર નૈમેશ દવે સરકારી તિજોરીને નુકસાન થાય તેવી રીતે ભૂમાફિયાઓ સાથે ભાઈબંધી કરીને ખેડૂતોને હેરાન કરતાં હતા. આ ફરિયાદમાં ખેડૂતોને હેરાન કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. કલેક્ટર અને ભૂમાફિયા મળીને ખેડૂતોની ઘણી જગ્યા પડાવી લીધી હોવાનો પણ આરોપ લગાવ્યા છે. સાબરકાંઠાના તલોદની ખેતી લાયક જગ્યા ભૂમાફિયાઓએ પચાવી પાડી હતી. હવે ભૂમાફિયા વિરુદ્ધ પણ લેન્ડગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. નૈમિષ દવેએ અન્યો સાથે મળી છેલ્લા 9 મહિનામાં સત્તાનો દુરુપયોગ કરી પરવાનગી વગર બાનાખત કરી જમીન પચાવી પાડવા ષડયંત્રો રચ્યા છે. ઉપરાંત ખેડૂત પત્નીએ કાયદેસરની જમીનને બિનખેતી પ્રીમીયમ પાત્રમાં ફેરવી પુરતો અવેજ ચુકવી ખરીદી કરી હોવા છતાં તેમનું નામ રેવેન્યુ રેકોર્ડ પર ન ચઢાવી તેમની સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે. કલેકટર ઉપરાંત નાયબ કલેકટર અને ચીટનીશની પણ સાંઠગાંઠમાં શામેલ હોવાનો આરોપ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








