નવજીવન ન્યૂઝ. ભાવનગર: New Mayor News :મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ જતાં નવા મેયર, ડેપ્યુટી મેયર તથા અન્ય પદાધિકારીઓની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના (Bhavnagar) મેયર (Mayor) પદ માટે ભરત બારડ તથા જામનગરના (Jamnagar) મેયર પદે વિનોદ ખીમસૂરિયાની પસંદગી કરવામાં આવી છે. તેમજ ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખને પસંદ કરવામાં આવ્યા છે.

જ્યારે દક્ષેશ માવાણીને સુરત નગરપાલિકાનું (Surat) મેયર પદ સાંપડ્યું છે. સુરતના ડેપ્યુટી મેયર તરીકે ડૉ. નરેશ પાટીલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શશિબેન ધર્માત્મા ત્રિપાઠીને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. રાજકોટના (Rajkot) મેયરપદે નયનાબેન પેઢાડીયા બિરાજ્યાં છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકર પર કળશ ઢોળવામાં આવ્યો છે. જામનગરના મેયરપદે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાની નિમણૂક કરવામાં આવી છે.

ભાવનગર શાસક પક્ષના નેતા અને દંડકની પણ વરણી કરવામાં આવી છે. રાજૂ રાબડિયાને ભાવનગર મહાનાગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીમવામાં આવ્યા છે. જ્યારે ઉષાબેન બધેકાને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગર પાલિકા માટે પણ મેયર, ડેપ્યુટી મેયર, દંડક સહિતના પદાધિકારીઓની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ક્રિષ્નાબેન સોઢાની જામનગર મહાનગપાલિકા માટે ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે આશિષ જોષી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

પ્રદેશ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ નેતાઓ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી વરણી મુદ્દે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તૈયાર કરેલી યાદીને મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








