Thursday, April 23, 2026
HomeGeneralમહેશ સવાણી પછી આપના પાંચ સુરતી કોર્પોરેટેર્સએ આમ આદમીનો સાથ છોડ્યો

મહેશ સવાણી પછી આપના પાંચ સુરતી કોર્પોરેટેર્સએ આમ આદમીનો સાથ છોડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરવામાં ભાજપને સફળતા મળી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત આપના ઝાડુને અલવિદા કહીને કોર્પોરેટર્સે ભાજપનો કેસરીયો ખેસ કમલમ ખાતે પહોંચીને ધારણ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આપના કોર્પોરેટેર્સને ભાજપમાં જોડાવા માટે ફોન આવી રહ્યા હોવાનો આક્ષેપ સુરત આપ દ્વારા કરવામાં આવી રહ્યો હતો.



મનીષા કુકડિયા, જ્યોતિકા લાઠિકા, વિપુલ મોવલીયા, ઋતા કકડિયા અને ભાવના સોલંકી આજે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. જો કે આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યા હતા અને તેમના હાથે પાંચ કોર્પોરેટેર્સે ખેસ ધારણ કર્યો હતો. અગાઉ આપના વિજય સુવાડા અને અન્ય કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકીય પરિબળો બદલાતા જોવા મળી રહી છે. જો કે એક બાદ એક નેતાઓની ગુજરાત આપમાંથી વિકેટો પડી રહી છે. ત્યારે આગામી સમયમાં વધુ આપના નેતાઓ પક્ષપલટો કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular