Monday, February 17, 2025
HomeGujaratબિનવારસું મૃતદેહનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાએ 13 વર્ષ નાના પ્રેમીની મદદથી આ રીતે...

બિનવારસું મૃતદેહનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાએ 13 વર્ષ નાના પ્રેમીની મદદથી આ રીતે કરી હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડીસા: સમાજમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવો સામાન્ય બાબત છે, પણ પતિ કે પત્ની જ્યારે બીજા કોઈ સાથે પ્રેમ સંબંધથી જોડાય અને જ્યારે તેમના પ્રેમસંબંધો (Love Affair) જાહેર થાય ત્યારે તેનો અંત કેટલો કરૂણ અને દુઃખદ હોય છે તે પણ એક વિસ્મયકારક બાબત છે. પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ડીસામાં (Deesa) લાવારીશ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પત્નીએ જ તેનાથી 13 વર્ષ નાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવાના ષડયંત્રનો પર્દાફાશ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 18 નવેમ્બરના રોજ ડીસા તાલુકાનાં મૂડેટી ગામમાં આવેલા ખેતરના ઝાંપા પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને આ બાબતની જાણ થતાં જ ભીલડી પોલીસે 19 તારીખના રોજ લાવારીશ હાલતમાં મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને મૃતકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનો ચહેરો એટલી હદે છૂંદાયેલો હતો કે તેની ઓળખ ખૂબ જ મુશ્કેલ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેથી પોલીસ (Deesa Police) દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. ત્યારે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે, મૃતકની હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, મૃતક વિરાજી રાઠોડ મુડેટી ગામનો છે.

- Advertisement -

પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ કરતાં આરોપી સોનલ અને અલ્પેશ રાઠોડ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ આદરી હતી. ઘટના બાબતે ભીલડી પોલીસે તપાસ કરતાં મૃતક વીરજી રાઠોડની પત્ની સોનલને તેના જ ગામના 19 વર્ષીય યુવક અલ્પેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. મૃતક વીરજી રાઠોડ સોનલ અને અલ્પેશના પ્રેમ સંબંધ માટે અવરોધરૂપ હોવાથી આરોપી સોનલ અને અલ્પેશ રાઠોડે 18 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ મૂડેટી ગામની સીમમાં મૃતક વીરજી રાઠોડને લોંખંડના ધારિયા વડે મોતને ઘાટ ઉતારી દીધો હતો. તથા અલ્પેશ રાઠોડના ખેતરના ઝાંપા પાસે મૃતકના મૃતદેહને ઢસડી ગયો હતો. આરોપી સોનલ અને અલ્પેશ રાઠોડ દ્વારા મૃતકે આત્મહત્યા કરી છે, તેવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે તમામ દિશામાં તપાસ કરતાં તથા તેના આધારે આરોપી સોનલ અને અલ્પેશ રાઠોડની કડક પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી સોનલ અને આપલેશ રાઠોડની કબૂલાતને આધારે ભીલડી પોલીસે હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular