નવજીવન ન્યૂઝ. મૂળી: Surendranagar News: આ વર્ષે નબળું કહી શકાય તેવું ચોમાસુ પોતાના અંત તરફ જઈ રહ્યું છે, ત્યારે વરસાદની ખેંચ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. ખેડૂતો ચોમાસાનું વાવેતર કરી ચૂક્યા છે, પણ વરસાદની અછત વચ્ચે ખેડૂતોએ (Farmers) પિયત પર આધાર રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે મૂળી (Muli) તાલુકાના દૂધઈ ફિડરમાં લો વોલ્ટેજની રાડ ઉઠી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળી તાલુકાના દૂધઈ ફિડરમાં સરલા SSથી પાવર સપ્લાય થાય છે, તેમજ દૂધઈ ફિડર મોટામાં મોટું ફિડર હોઈ 430 ટ્રાન્સફોર્મર કનેક્શન આવેલ હોય ત્યારે વિજલોડ 268 જેટલો રહે છે. આટલો લોડ આખા SSનો હોય ત્યારે ફક્ત એક જ ફિડરમાં જોવા મળે છે. જેના કારણે ખેડૂતોને મોટર બળી જવા, જંપર બળી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ આઠ કલાકની વીજળીમાં વીજળી દસ દસ વાર ટ્રીપ મારે છે.
ખેડૂતો પોતાની રજૂઆત સાથે મૂળી વીજ કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ પોતાની રજૂઆતો વીજ અધિકારી ઝાલાને કરી હતી. ખુમાનસંગ ડોડીયાએ જણાવ્યું હતું કે, સરલા SSમાં ઓછો વિજ લોડ ફક્ત ખંપાળીયા ફીડરમાં 72 આવે છે. અમારે દુધઈ ફીડરમાં 268 આવે છે, તો તાત્કાલિક ૩૦-૪૦ ટ્રાન્સફોર્મર ને આ ખંપાળીયા ફીડરમાં જોઈન્ટ કરવામાં આવે અન્યને ટિકર ફીડરમાં જોઈન્ટ કરવામાં આવે તો જ વિજપાવર સંતોષ કારક મળી રહે તેમ છે. ત્યારે વીજ અહિકારી ઝાલા દ્વારા સર્વે કરવા હાલ સૂચના આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના વીજ અધિકારી રાવલને પણ આ બાબતે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. તેમણે પણ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂરો પાડવા હૈયાધારણ આપી છે. દૂધઈના ખેડૂતો માટે પોતાનો પાક વીજળી વિના કેવી રીતે બચાવી શકાય તે એક પડકાર બન્યો છે, ત્યારે દૂધઈના ખેડૂતો દ્વારા સોમવાર સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે અને મૂળી ખાતે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








