Friday, April 17, 2026
HomeGujaratAhmedabadકોંગ્રેસે સરકાર પર કર્યા ઉર્જા વિભાગમાં 3900 કરોડના કૌભાંડના આક્ષેપ, ઋષિકેશ પટેલે...

કોંગ્રેસે સરકાર પર કર્યા ઉર્જા વિભાગમાં 3900 કરોડના કૌભાંડના આક્ષેપ, ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે અને બીજી તરફ વિપક્ષ દ્વારા સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોવાના આક્ષેપો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) સરકાર પર આક્ષેપ કર્યા છે કે, ગુજરાત સરકારે વીજળી ઉત્પાદન કરવા માટે જે કોલસાની ખરીદી કરી છે. તેમાં અદાણીને (Adani) ફાયદો કરાવવા માટે 3900 કરોડનું કૌભાંડ (Energy Scam) કર્યું છે. જ્યારે તેનો પ્રતિઉત્તર આપતા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું હતું કે, જે પૈસા હાલ ચૂકવાઈ ગયા છે તે આગામી સમયમાં કરાર કરીને પરત મેળવી લેવામાં આવશે.

rushikesh patel
rushikesh patel

આજે રાજીવ ગાંઘી ભવન પાલડી અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ગોહીલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) માટે કોલસો ખરીદવામાં આવે છે, જેના માટે અદાણી કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કોલસા ખરીદી માટે ઇનરનેશનલ ભાવ Argus Index પ્રમાણેના નક્કી કરવામાં આવે છે. નિયમ પ્રમાણે Argus Indexમાં દર્શાવેલા ભાવ કરતા વધુ ભાવે કોલસો ખરીદી શકાતો નથી.”

- Advertisement -

આ કરાર મુજબ સરકારે કોલસા ખરીદીના બદલામાં અદાણી કંપનીને નાણાં ચુકવવાના હતા. તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં 2018થી 2023 સુધીમાં અદાણી કંપનીએ બિલ રજૂ નથી કર્યા નથી, તેમ છતાં ગુજરાત સરકારે અદાણી કંપની મળવા પાત્ર 9902 કરોડ સામે 13 હજાર 802 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. એટલે કે સરકારે પાંચ વર્ષના મળી કુલ 3900 કરોડ વધારાના ચુકવ્યા છે. લાકસભામાં અદાણીના મુદે જેપીસીના માગ થયા બાદ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વધારા પૈસા પરત લેવા અદાણી કંપનીને પત્ર લખીને વિનંતી કરી રહી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતાં આ એક મોટું કૌભાંડ ગણાવ્યું છે અને જ્યારે તેની તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. સરકારે માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપે ઉભો કર્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ ઋષિકેશ પટેલે સરકારનો બચાવ કરતાં પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રેસે આજે જે આરોપો લગાવ્યા છે, તે પાયવિહોણા છે. જે કોલસાનો કરાર થયેલો છે પારદર્શક છે અને જે રકમ ચૂકવાઈ છે, તે 2022નો જે કરાર થશે તેમાં પરત મેળવી લેવામાં આવશે. આ કરાર અંતિમ નથી.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular