નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Fake Pilot: ફિલ્મમાં દર્શાવવામાં આવતી ઘટનાઓ રિયલ લાઈફ સાથે કેટલા અંશે સુમેળ ધરાવતી હોય તે સવાલ સ્વાભાવિક છે. કારણ કે, ફિલ્મમાં દર્શાવવામાં આવતી મોટાભાગની ઘટનાઓ કાલ્પનિક પરિપ્રેક્ષ્યથી લેવામાં આવે છે. પરંતુ વડોદરામાં (Vadodara) ગરમ મસાલા ફિલ્મ (Garam Masala Movie) જેવી જ ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માટે પોતે પાયલોટ હોવાની વાત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરામાં એક રિયલ લાઈફમાં અક્ષય કુમાર કે એવા અભિનેતાની ભૂમિકા ભજવતો પોતાની ચાર-ચાર ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેશ કરવા નકલી પાયલોટ (Fake Pilot) બન્યો હોવાની વાત સામે આવી છે. વડોદરાનો એક એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડને રાજી કરવા નકલી પાયલોટ બની ગયો હતો. વડોદરાના આ યુવકે પોતે એર ઈંડિયાનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને એરપોર્ટમાં પ્રવેશ કર્યો હતો.
એરપોર્ટ પરના સુરક્ષાકર્મીઓને શંકા જતાં તેઓએ યુવકની કડક પૂછપરછ કરી હતી. પ્રથમ દૃષ્ટિએ સુરક્ષાકર્મીઓને આ યુવક આતંકી હોવાની શંકા ગઈ હતી. પરંતુ યુવકે પોતે નકલી પાયલોટ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ પોતાની હાજરીમાં યુવકને ગર્લફ્રેન્ડ સાથે મેસેજ કરાવતા યુવક ખરેખર પાયલોટ હોવાનો ઢોંગ કરતાં હોવાનું સામે આવ્યું હતું. જો કે સુરક્ષાકર્મીઓએ પૂરી તપાસ કર્યા બાદ નકલી નકલી પાયલોટને(યુવકને) જવા દીધો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








