આસીફ કાદરી (નવજીવન ન્યુઝ. અમદાવાદ): કેન્દ્ર સરકાર દ્વારા ‘નો ડિટેન્સન પોલિસી’ જાહેર કરવામાં આવતા હવે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને (Students) નાપાસ કરવાના રહેશે. પોલિસી પ્રમાણે ધોરણ 5 થી 8ની પરિક્ષામાં વિદ્યાર્થી જો બે વિષયમાં 35 કરતા ઓછા ગુણ મેળવે છે તો તેને નાપાસ ગણવામાં આવશે. પરંતુ આ રીતે નાપાસ થતા વિદ્યાર્થીને એક તક પણ આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારની નો ડિટેન્સન પોલિસી લાગુ થતા હવે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. આવા વિદ્યાર્થી જો બે વિષય સુધી નાપાસ થાય છે તો તેમને 2 મહિના બાદ ફરી પરીક્ષા આપવાની રહેશે અને જો તેમાં પાસ થાય તો તેમનું વર્ષ ખરાબ નહીં થાય. પરંતુ જો વિદ્યાર્થી ફરી લેવાતી પરીક્ષામાં પણ નાપાસ થાય છે તો તેને ફરીથી એજ વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે અને ફરી પરીક્ષા પાસ કરવાની રહેશે. ટૂંકમાં કહી શકાય કે હવે નવી પોલિસીના લાગુ થતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે.
આ નિર્ણયની માહિતી આપતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Pansheriya)જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નિતી અંતર્ગત વર્ષ 2019માં ભારત સરકારે રાજપત્ર જાહેર કરી જાણ કરી હતી કે, જે વિદ્યાર્થી ધોરણ 5 અને 8માં નાપાસ થાય છે તેને બે મહિના બાદ એજ શાળાના શિક્ષકે ટ્યુશન આપી ફરી પરીક્ષા લેવાની રહેશે. જેથી વિદ્યાર્થીનું વર્ષ ખરાબ ન થાય. અને જો બે મહિના બાદ ફરી આપેલી પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તો જ તેને આગળના ધોરણમાં મોકલવાનો રહેશે. ટૂંકમાં જો બાળક ફરી પરીક્ષા પાસ નથી કરી શકતો તો તેને એજ ધોરણ રિપીટ અભ્યાસ કરવો પડશે તેવું પાનસેરિયાએ જણાવ્યું છે. પાનસેરિયાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022થી 23થી ગુજરાતમાં આ નિર્ણય લાગુ કરી દેવામાં અમલવારી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








