નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News : ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા (Stray Cattle Menace) દિવસેને દિવસે વકરી રહી છે. ગુજરાત હાઇકોર્ટ પણ આ બાબતે રાજ્ય સરકારને અનેક વાર ફરકાર લગાવી ચુકી છે. છતાં રસ્તે રખડતાં ઢોરની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. જાહેર રસ્તાઓ પર જ ઢોર ડેરો જમાવીને બેઠા હોય છે, જેના કારણે અવર-જવર કરતાં વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) બે અલગ અલગ જિલ્લાઓમાંથી રખડતાં ઢોરની અડફેટે આવતા 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
ઉત્તર ગુજરાતનાં ભાભર (Bhabhar) અને પાટણ (Patan) બે જગ્યાએ રખડતાં ઢોરના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભાભરમાં ઇલેક્ટ્રીકની દુકાનમાં કામ કરતાં નરશી ઠાકોર નામના વ્યક્તિ ગઇકાલે સાંજના સમયે કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તા પર ઉભેલા આખલાએ ભેટી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. રસ્તા પરથી પસાર થતાં રહદરીઓએ તેમની મદદ કરી અને એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નરશી ઠાકોરનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરી હતી.
બીજી ઘટના પાટણમાં બની હતી, જેમાં એક યુવાન રાત્રિના સમયે બાઇક લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇકચાલકનો ગાય સાથે અકસ્માત થયો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








