Wednesday, February 18, 2026
HomeNationalમણિપુરમાં ક્રૂરતાનો વીડિયો થયો વાયરલ; બે મહિલાઓએ નગ્ન કરી ફેરવવામાં આવતા વિસ્તારમાં...

મણિપુરમાં ક્રૂરતાનો વીડિયો થયો વાયરલ; બે મહિલાઓએ નગ્ન કરી ફેરવવામાં આવતા વિસ્તારમાં તણાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મણિપુર: Manipur Video Viral : મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જાતિગત રમખાણ (Manipur Violence) ચાલી રહ્યા છે. તેની વચ્ચે મણિપુરમાં (Manipur) એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેને લઈને સમગ્ર દેશમાંથી તેની પ્રતિક્રિયા આવી રહી છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, વીડિયો 4 મેનો છે અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે, જ્યારે મહિલાઓને નગ્ન કરીને ફેરવી રહેલા પુરૂષો તમામ મૈતેઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. તે જ સમયે, આ કેસમાં પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પુરુષો રડતી-રડતી લાચાર મહિલાઓની સતત છેડતી કરી રહ્યા છે અને મહિલાઓ તેમને ત્યાંથી જવા દેવા માટે વિનંતી કરી રહ્યા છે.

- Advertisement -

આ ઘૃણાસ્પદ કૃત્યની નિંદા કરતા, ITLFના પ્રવક્તાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ આ ગુનાની સંજ્ઞાન લે અને ગુનેગારોને સજા અપાવવાની માંગ કરી છે. કુકી સમુદાય ગુરુવારે ચૂરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ કૂચ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવાની યોજના બનાવી રહ્યો છે.

મણિપુર રાજ્યમાં 3 મેથી જાતિગત અથડામણો ચાલી રહી છે, જેઓ ઇમ્ફાલ ખીણમાં કેન્દ્રિત બહુમતી મૈતેઇ અને પહાડીઓ પર કબજો ધરાવતા કુકી લોકો વચ્ચે છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. મૈતેઇને અનુસૂચિત જનજાતિમાં સમાવવાના કથિત પગલા સામે ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન મણિપુર દ્વારા ‘આદિવાસી એકતા રેલી’નું આયોજન કર્યા બાદ હિંસા વધી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

છેલ્લા દોઢ મહિનાથી જાતિગત સંઘર્ષની આગમાં સળગી રહેલા મણિપુરમાં પ્રતિબંધિત આતંકવાદી જૂથો ફરી માથું ઉંચકશે. કારણ કે લડતા સમુદાયો પાસે હજુ પણ છ લાખથી વધુ રાઉન્ડ દારૂગોળો અને લગભગ 3,000 શસ્ત્રો છે. અધિકારીઓ અને નિષ્ણાતોએ આ ચેતવણી આપી છે. મે મહિનામાં પોલીસ શસ્ત્રાગારમાંથી ગુમ થયેલા હથિયારોમાં .303 રાઇફલ્સ, મીડિયમ મશીન ગન (MMG) અને એકે એસોલ્ટ રાઇફલ્સ, કાર્બાઇન્સ, INSAS લાઇટ મશીન ગન (LMGs), INSAS રાઇફલ્સ, M-16 અને MP5 રાઇફલ્સ હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત, 3 મેથી પોલીસ અને અન્ય સુરક્ષા અધિકારીઓ પર હુમલા દરમિયાન લગભગ 6 લાખ રાઉન્ડ દારૂગોળો ગુમ થયો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

- Advertisement -

મુખ્યત્વે મણિપુર પોલીસ ટ્રેનિંગ સેન્ટર (MTPC), 7મી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન અને 8મી મણિપુર રાઈફલ્સ ઈમ્ફાલ ઈસ્ટમાં પાંગેઈ ખાતેથી લગભગ 4,537 શસ્ત્રો અને 6.32 લાખ દારૂગોળો ગુમ છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોરાયેલા હથિયારોમાંથી 2,900 ઘાતક શ્રેણીના હતા, જ્યારે અન્યમાં ટીયરગેસ અને મિની ફ્લેર ગનનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચાલુ સંઘર્ષને કારણે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો ફરી સક્રિય થયા છે, જેઓ વર્ચ્યુઅલ રીતે નિષ્ક્રિય થઈ ગયા છે, જેમાં યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF), પીપલ્સ લિબરેશન આર્મી (PLA), કંગલેઈ યાવોલ, કંગબા લુપ (KYKL) અને કાંગલીપાકની પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (PREPAK)નો સમાવેશ થાય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular