નવજીવન. અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી ઉર્જા વિભાગની ભરતીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે તેવા આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા. ત્યાર બાદ આજે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલીપ પટેલ અને અરવિંદ પટેલને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યા હતા કે દિલીપ પટેલે પોતન પરિવાર માંથી 45 જેટલા સભ્યોને ગેરરીતિ કરીને નોકરી પર લગાવ્યા હતા. આ આરોપોનો જવાબ આપતા દિલીપ પટેલે જણાવ્યું હતું કે આ તમામ આરોપો ખોટા છે.
દિલીપ પટેલે જણાવ્યું હતું કે, “હું આ આરોપોથી આશ્ચર્યચકિત થયો છું કે કોઈ આવા સાવ પોકળ આક્ષેપો કોઈ કેવી રીતે કરી શકે. યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી કૌભાંડના નામે એક જ્ઞાતિને ટાર્ગેટ કરી રહ્યા છે. હું આ આક્ષેપોને કોર્ટમાં પડકારીશ. આ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. સરકાર મારા સામે તાપસ કરાવે અને હું તપાસમાં પૂરતો સહયોગ આપીશ. મારો પુત્ર સરદાર સરોવર નિગમ લિમિટેડમાં નોકરી કરે છે અને પુત્રવધુ GSCCLમાં નોકરી કરે છે. યુરાજસિંહે આક્ષેપ કરે છે કે મારો પુત્ર અને પુત્રવધુ જેટકોમાં નોકરી કરે છે આ વાત પાયા વિહોણી છે.”
આજે પત્રકાર પરિષદમાં યુવરાજસિંહે દિલીપ પટેલ ઉપર મોટા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલીપ પટેલ ભરતી કૌભાંડમાં પરિવારવાદ ચલાવી રહ્યા છે અને પોતાના પરિવારના 45 જેટલા સભ્યોને ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ કરીને નોકરી અપાવી હતી. આ આક્ષેપોનો દિલીપ પટેલે વિરોધ કર્યો હતો અને કોર્ટમાં માનહાનીનો દાવો કરવાની ધમકી આપી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












