Friday, June 5, 2026
HomeNationalહેલિકોપ્ટરના પાછલા પંખાએ ગળું કાપતાં અધિકારીનું મોત, કેદારનાથમાં દુર્ઘટના

હેલિકોપ્ટરના પાછલા પંખાએ ગળું કાપતાં અધિકારીનું મોત, કેદારનાથમાં દુર્ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તરાખંડ: Kedarnath helicopter Accident:એક તરફ કેદારનાથ યાત્રાની (kedarnath yatra) તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તે વચ્ચે ઉત્તરાખંડના (Uttarakhand) કેદારનાથ હેલિપેડ પરથી એક માઠાં સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં હેલિકોપ્ટરના લેન્ડિંગ વખતે હેલિકોપ્ટરના પાછળના પંખાની ઝપેટમાં આવતા UCADAના અધિકારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડના કેદારનાથ હેલિપેડ પર આજે બપોરે 02:15 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. UCADA ના ફાયનાન્સ કંટ્રોલર (સિવિલ એવિયેશનના નાણાકીય નિયંત્રક) અમિત સૈની કેદારનાથ હેલિપેડ પર, કેદારનાથ યાત્રાની વ્યવસ્થાના સ્થળ નિરીક્ષણ માટે ગયા હતા. અમિત સૈની હેલિકોપ્ટરમાંથી જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરની ટેલ રોટર એટલે કે, પાછળના પંખાની બ્લેડ સાથે અથડાવાને કારણે તેમની ગરદન કપાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યુ હતું.

- Advertisement -

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે આ ઘટનાની માહિતી મીડિયાને આપી હતી. ઉત્તરાખંડ સિવિલ એવિયેશનના CEO પણ આ ઘટના સમયે સ્થળ પર ઉપસ્થિત હતા. હાલ આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કંપનીની સૌથી મોટી બેદરકારી છે. કારણ કે, હેલિકોપ્ટર લેન્ડ થયા પછી પણ પાછળનું રોટર બંધ નહોતુ થયું. જેની બ્લેડ અધિકારીને વાગતા આ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આગામી 25 એપ્રિલથી કેદારનાથ યાત્રા શરૂ થવાની છે. ત્યારે યાત્રિકોની સુવિધા માટે હેલિકોપ્ટર સેવાઓની મંજૂરી મળતા હેલીકોપ્ટરની સુવિધાઓ કેદારનાથમાં પણ તૈનાત કરવામાં આવી છે. જે ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી ઉડાન ભરશે. ત્યારે આ દુર્ઘટનાની માહિતી મળતા યાત્રિકોમાં પણ સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે.

- Advertisement -

ભૂતકાળમાં પણ હેલી કંપનીની સર્વિસમાં બેદરકારીને કારણે એક કર્મચારી આવા જ અકસ્માતનો ભોગ બનીને મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત એક હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે 7 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે તંત્ર હવે આવી ઘટના ફરી ન બને તે માટે તકેદારીના પગલા લે એવી લોકોમાં માગ ઉઠી છે.

TAG: Kedarnath helicopter Accident, Kedarnath News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular