Tuesday, September 29, 2026
HomeNational3000 રૂપિયાની દવા દર્દીઓને 27000માં કેમ આપો છો? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યો...

3000 રૂપિયાની દવા દર્દીઓને 27000માં કેમ આપો છો? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યો સવાલ

- Advertisement -

Supreme Court Cancer Medicine Price: કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની ઊંચી કિંમતને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલો પૂછ્યા છે. ખાસ કરીને દવાની ‘પ્રાઇસ ટુ રિટેલર’ અને તેની MRP વચ્ચેના મોટા તફાવત અંગે કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે. જસ્ટિસ સંદીપ મહેતાએ ઉદાહરણ આપતા કહ્યું કે 27 હજાર રૂપિયા MRP ધરાવતી કેન્સરની એક દવાનું પ્રાઇસ ટુ રિટેલર લગભગ 3,000 રૂપિયા છે અને આટલો મોટો તફાવત કેમ છે તે સમજવું જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમત નક્કી કરવાની વ્યવસ્થા અંગે પણ સવાલો કર્યા હતા. બેન્ચે પૂછ્યું કે જીવનરક્ષક ગણાતી જરૂરી દવાઓને કિંમત નિયંત્રણની વ્યવસ્થામાંથી બહાર કેવી રીતે રાખી શકાય? જસ્ટિસ સંદીપ મહેતાએ Drug Price Control Order (DPCO)માં જરૂરી અને બિનજરૂરી દવાઓ વચ્ચે ભેદ શા માટે કરવામાં આવ્યો છે તે અંગે પણ પ્રશ્ન કર્યો. કોર્ટે કહ્યું કે કોર્પોરેટ હોસ્પિટલો ઘણી વખત દર્દીઓને પોતાની જ ઇન-હાઉસ ફાર્મસીમાંથી દવા ખરીદવા માટે કહે છે. આ સાથે સરકારી યોજનાઓ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓની દવાઓની ઊંચી કિંમત કોણ ચૂકવે છે તે અંગે પણ બેન્ચે સવાલ કર્યો. કોર્ટે કહ્યું કે અંતે તેનો ભાર “ટેક્સપેયર” પર આવે છે.

- Advertisement -

બેન્ચે એ પણ પૂછ્યું કે દવાઓની કિંમત માટે 16 ટકાનો એકસરખો માપદંડ કેમ ન હોઈ શકે અને તેની ઉપરની કિંમત અંગે શું કારણ છે. કોર્ટે વધુમાં કહ્યું કે દરેક મેડિકલ ડિવાઇસ અને દરેક દવા Essential Commodities Actના દાયરામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ વસ્તુ જરૂરી હોય તો તેને DPCOની બહાર કેવી રીતે રાખી શકાય તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો.

કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અગાઉ કહ્યું હતું કે આ મામલે કોઈ ઉકેલ શોધવો પડશે. તેમણે કહ્યું હતું કે તેઓ અરજદારોને ખોટા નથી કહી રહ્યા, પરંતુ એવો ઉકેલ શોધવો જરૂરી છે જેમાં તમામ પક્ષોના હિતો વચ્ચે સંતુલન જળવાય. તેમના જણાવ્યા મુજબ, તેમની સમજ પ્રમાણે વર્તમાન વ્યવસ્થામાં ફાર્મા કંપનીઓ લાભ મેળવનાર પક્ષ નથી.

સુપ્રીમ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 12 ઓક્ટોબરે રાખી છે.

- Advertisement -

દરમિયાન, સોમવારે કેરળ હાઈકોર્ટે પણ મોંઘી કેન્સરની દવાઓ અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. આ મામલો એક કેન્સર પીડિતાની અરજી સાથે સંબંધિત હતો. જોકે, કેસની સુનાવણી પૂર્ણ થાય તે પહેલાં જ અરજદારનું મૃત્યુ થયું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પેટન્ટ્સ એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર પાસે જીવનરક્ષક દવાઓ તૈયાર કરવાની સત્તા છે. સરકાર આવી દવાઓ તૈયાર કરાવીને દર્દીઓને કોઈ નફા વિના ઉપલબ્ધ પણ કરાવી શકે છે.

આ કેસ જૂન 2022માં દાખલ કરવામાં આવ્યો હતો અને 57 વખત અપીલ બાદ તેની સુનાવણી શરૂ થઈ હતી. જોકે ત્યાં સુધીમાં અરજી કરનાર કેન્સર પીડિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સસ્તી દવાઓ તૈયાર કરવા અંગેની સત્તા તરફ ધ્યાન દોર્યું છે. જસ્ટિસ હરીશંકર વી. મેનને પેટન્ટ્સ એક્ટ, 1970નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સરકાર પાસે દર્દીઓ માટે સસ્તી દવાઓ તૈયાર કરવાની સત્તા છે, જો તેનો હેતુ સરકારી સ્તરે જરૂરિયાતમંદોને મદદ કરવાનો હોય. આ જોગવાઈ હેઠળ સરકાર પેટન્ટ ધરાવતી દવાઓ પણ જરૂરિયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકે છે.

જોકે, હાઈકોર્ટે સરકારને તાત્કાલિક દવાઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો નથી. બેન્ચે જણાવ્યું હતું કે દવાઓની પરવડે તેવી કિંમત અંગેનો ડેટા એકત્ર કર્યા બાદ સરકાર અંતિમ નિર્ણય લઈ શકે છે. તેના માટે પહેલા એ સર્વે કરવાની જરૂર છે કે કેટલા દર્દીઓને આવી દવાઓની જરૂર છે અને સબસિડીવાળી યોજનાથી કેટલા લોકોને લાભ મળી શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular