Tuesday, September 29, 2026
HomeEntertainmentBollywoodઅભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલા 12 સ્થળોએ Income Taxની સર્ચ, ફિલ્મ...

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલા 12 સ્થળોએ Income Taxની સર્ચ, ફિલ્મ ફાઇનાન્સિંગને લઈને તપાસ

- Advertisement -

Rakul Preet singh Income tax news latest Update: મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, તેમના સસરા અને ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની તથા મુંબઈ સ્થિત Panorama Studios સાથે જોડાયેલા અનેક સ્થળોએ સર્ચ હાથ ધરી છે. વિભાગ દ્વારા કુલ 12 સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગે કથિત ફંડની અનિયમિતતાઓની શંકાને પગલે આ સર્ચ હાથ ધરી છે. તપાસકર્તાઓને શંકા છે કે ફિલ્મ પ્રોજેક્ટ્સના ફાઇનાન્સિંગના નામે કથિત રીતે ફંડ વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. મુંબઈ ઈન્કમ ટેક્સ વિભાગની અનેક ટીમો હાલ સંબંધિત સ્થળોએ દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ અને કથિત વિદેશી ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી વિગતોની ચકાસણી કરી રહી છે.

- Advertisement -

આ મામલાની તપાસ દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે જોડાયેલા સ્થળો ઉપરાંત તેમના સસરા અને ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની તથા Panorama Studios સાથે સંબંધિત સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન, રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહ સાથે જોડાયેલા અગાઉના ડ્રગ કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2025માં મુંબઈ પોલીસે અમન પ્રીત સિંહની શોધખોળ હાથ ધરી હતી.

19 ડિસેમ્બર 2025ના રોજ Elite Action Group for Drug Law Enforcement (EAGLE) Force અને વેસ્ટ ઝોન પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં બે બિઝનેસમેનની કથિત ડ્રગ પેડલિંગના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 43 ગ્રામ કોકેઈન અને 11.5 ગ્રામ MDMA જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં અમન પ્રીત સિંહે બંને કથિત ડ્રગ પેડલર્સ પાસેથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular