નવજીવન ન્યૂઝ. સુરતઃ ખાદ્ય પદાર્થો હાલની પરિસ્થિતીમાં 100 ઓરિજનલ અને હાઈજેનીક મળવા તે લોઢાના ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. કારણ કે અવાર-નવાર રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેલ કરતાં હોવાના અહેવાલો સામે આવતા હોય છે. હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે. તેવામાં ગરમીથી રાહત મળે તે માટે લોકો આઇસ્ક્રીમ અને ગોળા ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે સુરતમાં (Surat) નામાંકીત આઈસ ગોલા (ICE Gola) અને આઇસ્ક્રીમમાં ભેળસેળ (Mixing in ice cream) કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ (SMC Food Department) દ્વારા ઉનાળાની શરૂઆતમાં એટલે કે એક મહિના અગાઉ બરફના ગોળામાં વપરાતા કલર અને આઇસ્ક્રીમના નમૂના લીધા હતા. મનપા દ્વારા લેવામાં આવેલા નમૂનાનો એક મહિના બાદ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ફુડ વિભાગ લીધેલા તમામ 8 નમૂના ફેઈલ (samples failed) નીકળ્યા છે. મનપા દ્વારા લેવાયેલા નમૂના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગોળામાં વપરાતો કલર અખાદ્ય હતો અને આઈસ્ક્રીમમાં પામ આઈલ જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હતી.
મનપાનો રિપોર્ટ નેગેટિવ આવતા ફુ઼ડ વિભાગની ટીમ દોડતી થઈ હતી. ગોળા અને આઈસ્ક્રીમ વિક્રેતાને ત્યાં વધુ તપાસ હાથ ધરી હતી, ફુડ વિભાગનો દાવો છે કે, ભેળસેળ કરનારા કોઈ પણ વેપારીઓને છોડવામાં આવશે નહીં, ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. મનપાના રિપોર્ટમાં ફેઈલ થયેલા નમૂના મુજબ, પાંડેસરાના સાંવરિયા આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમ, પાંડેસરામાં ભોલેનાથ આઈસ્ક્રીમનું રાજભોગ આઈસ્ક્રીમ, કતારગામ રામ ઔર શ્યામ આઈસ ડીશ-ગોલા, રાજકોટવાળાના કાજુ અંજીર આઈસ્ક્રીમ, ભટારમાં પાર્થ આઈસ ગોલાનો ઓરેન્જ સીરપ, અડાજણમાં જય ભાવની ડ્રાયફ્રુટ ડિશ ગોલાનો આઈસ્ક્રીમ, અડાજણ હનીપાર્ક રોડ ડેનિશ કેક અને પેસ્ટ્રી શોપ વેનીલા સ્લાઈસ, ઘોડદોડ રોડ જી બી ફૂડસ એન્ડ કન્ફેક્શનરી પ્રા લિ. નો રોયલ ચોકલેટ કેકના નમૂના ફેલઈ નીકળ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








