નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાનું થાનગઢ ઘણી બાબતે કુખ્યાત છે, ત્યારે આજે થાનગઢમાં (Thangadh) એક મહિલા તબીબને જાનથી મારી નાખવાની ધમકી (Female Doctor Death Threat) મળી છે. આજે થાનગઢ આરોગ્ય કેન્દ્રમાં (Heath Center) ત્રણ જેટલા વ્યક્તિઓ ડ્રેસિંગ કરાવવા આવ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર મહિલા તબીબે ડ્રેસિંગ કરવાની ના પડી હતી. જેથી આ ત્રણેય વ્યક્તિઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા તબીબને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલા મહિલા તબીબે આ અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમાં(thangadh police station) ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 11 વાગ્યે ત્રણ જેટલા વ્યક્તિઓ ડ્રેસિંગ કરાવવા માટે આવ્યા હતા. પરંતુ ત્યાં હજાર મહિલા તબીબે કહ્યું હતું કે, OPD સમયે આવજો. તેમ કહીને ડ્રેસિંગ કરવાની ના પડી હતી. ત્યાર બાદ આ ત્રણેય વ્યક્તિઓએ મહિલા તબીબ સાથે બોલચલ્લી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યથી નીકળી ગયા હતા.
ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા બાદ થાનગઢ આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ થાનગઢ પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
TAG: Surendranagar Latest News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








