નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News : સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે (Chotila- Sayla Highway) પર એક કારને અકસ્માત (Car Accident) નડ્યો છે, જેમાં કારમાં સવાર એક દંપતીનું મૃત્યુ નિપજ્યું છે. કાર હાઈવે પરથી પૂરઝડપે પસાર થઈ રહી હતી, તે દરમિયાન કારનું ટાયર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં સવાર દંપતીને બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની (Surendranagar Police) ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યા આસપાસ સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પરથી ઈકો કાર પુરઝડપે પસાર થઈ રહી હતી. જેમાં 7 જેટલા લોકો સવાર હતા, અચાનક કારનું ટાયર ફાટતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટોળામાંથી એક વ્યક્તિએ એમ્બયુલેન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા 7 લોકોને સારવાર માટે સાયલા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન એક વૃદ્ધ દંપતીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








