Sunday, May 24, 2026
HomeBusinessચાંદીને તેજીની નવી પાંખ આવી: આ વર્ષે 99.12 ટકાનો ઉછાળો

ચાંદીને તેજીની નવી પાંખ આવી: આ વર્ષે 99.12 ટકાનો ઉછાળો

- Advertisement -

રોકાણકારો માને છે કે આ વધુ પડતું લેણ છે, ના આ મજબૂત આંતરપ્રવાહની તેજી છે

ચાંદીને પાવર ઇકો-સિસ્ટમનો મિડાસ ટચ લાગ્યો છે

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : સરકારી બોન્ડ અને કરન્સી બીજરમાં દાજેલા રોકાણકારો, વૈકલ્પિક અસ્ક્યામત તરફ પ્રયાણ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 99.12 ટકાનો ઉછાળો જોવાયો છે. રોકાણકારો હવે એવું માનવા લાગ્યા છે કે 2026માં સતત પાંચમા વર્ષે ચાંદીમાં પુરવઠા અછત જળવાઈ રહેશે. ગત સપ્તાહે ચાંદીના ભાવ, માધ્ય ઓક્ટોબરમાં સર્જાયેલી ઐતિહાસિક ઊંચાઈ 54.49 ડોલર પર કરીને 12.74 ટકાના જબબર ઉછાળા સાથે 56.39 ડોલર પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ)ની નવી ઊંચાઈ ધારણ કરીને બંધ રહયા. સોમવારે એશિયન બજારમાં ભાવ 58.85 ડોલરની ઊંચાઈએ બોલાયા હતા. 12.74 ટકાના ઉછાળા સાથે એ નક્કી થઇ ગયું છે કે ઔદ્યોગિક માંગ શાંત નથી પાડવાની, ચોથા વર્ષમાં પણ પુરવઠા અછત જળવાઈ રહી છે, અને અમેરિકન ફેડરલ રિઝર્વ ડીસેમ્બરમાં વ્યાજ કપાત માટે તૈયાર હોય તેમ જણાય છે. ચાંદીની તેજીની મુસાફરીની હજુ તો આ શરૂઆત છે. તેજીના નવા ઇતિહાસ રચવામાં ત્રણ વખત નિષ્ફળ ગયા પછી આખરે 45 વર્ષ પછી માસિક અને ત્રિમાસિક ભાવ બ્રેકઆઉટ (ઉંચા મથાળા) તોડી નાખવામાં સફળતા મળી છે. રોકાણકારો એવું માને છે કે આતો ઓવરબોટ (વધુ પડતું લેણ) સ્થિતિમાં છે, પણ મારું માનવું છે કે ના ચાંદીને હવે મજબૂતી પ્રાપ્ત થઇ છે, શા માટે?

ઘણા લોકો માને છે કે આ એક ઉતાવળી તેજી છે. પણ ના, ઝડપી તેજી માટેના તમામ ફંડામેન્ટલ્સ અસ્તિત્વમાં આવ્યા છે. ચાંદી જેવી અસ્ક્યામતમાં આવો બ્રેકઆઉટ જોવાવો એ જવલ્લેજ બનતી ઘટના છે. નબળા ડોલરે ચાંદીને નવી ગતિ આપી છે, ગત સપ્તાહે છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ 0.72 ટકા નબળો પડી 99.78 રહ્યો, પરિણામે ચાંદીના ડોલરમાં બોલાતા ભાવ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે સસ્તા થઇ ગયા છે. કિંમતી ધાતુ અને ઔદ્યોગિક મેટલ એમ છંમ્ક છલ્લું ચાંદી, બે ધારી તલવાર બની ગઈ છે. જો સોલાર માંગ વધવા સાથે ઈવી મોટરનું વિસ્તરણ થશે, તે સાથે ખાણ પુરવઠો કદમ નહિ મિલાવે તો માળખાગત તેજીને કોઈ તકલીફ પાડવાની નથી.

- Advertisement -

છેલ્લા ચાર વર્ષમાં ચાંદીની સંયુક્ત પુરવઠા અછત વધીને 6780 લાખ ઔંસ થઇ છે, જે 10 મહિનાના ખાણ ઉત્પાદન જેટલી છે. 2024માં ઔદ્યોગિક માંગ 6805 લાખ ઔંસની વિક્રમ ઊંચાઈએ પહોંચી હતી, જે 2025માં અત્યાર સુધી એ જ ગતિથી આગળ વધી હતી. છેલ્લા એક દાયકામાં ચાંદીની સોલાર પેનલ માંગ પાંચ ટકાથી વધીને 14 ટકા જેટલી થઇ ગઈ છે. ઓપ્ટિકલ ઇકવીપમેન્ટ સેલ માટે ચાંદીની ખપત 50 ટકા વધશે.

ગત સપ્તાહે જે કાંઈ ભાવ વધ્યા તેમાં વ્યાજકપાતની હવાનું મોટું પ્રિમિયમ હતું. ડિસેમ્બર વાયદો કટમા જવા પહેલા ખેલાડીઓએ, એક સપ્તાહ પહેલા જે ઓળિયા હતા, તેમાં શુક્રવારે જ 90 ટકા વધારો કર્યો હતો. અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે જે વિવાદ ચાલે છે તે વાસ્તવમાં ચિપ્સ માટેનો નથી, તેઓ પાવર (વીજળી) ઇકોસિસ્ટમ માટે આવશ્યક ઇલેક્ટ્રીસીટી ઉપાર્જન અને ચાંદી માટે લડી રહ્યા છે. અમેરિકા અત્યારે વિશ્વના કુલ ચાંદી ઉત્પાદનમાં પાંચ ટકા કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે. મોટા ભાગની સપ્લાય મેક્સિકો, પેરુ અને ચીલીથી આવે છે, અને ચીન ધરખમ પ્રમાણમાં તેને રીફાઇન્ડ કરે છે.

જો અમેરિકામાં પુરવઠા અછત સર્જાય તો પાવર ગ્રીડ, મિલિટરી અને એઆઈ જેવી માળખાગત વ્યવસ્થાઓ પડી ભાંગે તેમ છે. આથીજ અમેરિકન સરકારે ચાંદીને સામાન્ય કોમોડિટીના લિસ્ટમાંથી બહાર કાઢીને વ્યહાત્મક રાષ્ટ્રીય અસ્ક્યામતની યાદીમાં મૂકી દીધી છે.

- Advertisement -

ચાંદીની તેજીમાં કેટલા વોલ્ટનો કરંટ છે તે તેની પુરવઠા અછત થકી જ જાણી શકાય છે. એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન)ના ગોદામોમાં માધ્ય 2022ની તુલનાએ સ્ટોક અત્યારે 33 ટકા જેટલો જ રહી ગયો છે. અગાઉ આવી ઘટના બની ત્યારે ખેલાડીઓએ તેમના ઉભા (ખુલ્લા સોદા) ઓળિયા બંધ કરવા માટે જોઈતી ચાંદી સામે વાર્ષિક 200 ટકાના ધોરણે વ્યાજની ચુકવણી કરવી પડી હતી. પુરવઠાથી સમતોલ બજારમાં તમને આવી સ્થિતિ ક્યારેય જોવા નહિ મળે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular