નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભાવનગરના મોતી તળાવ ખાર વિસ્તારમાં જુગાર રમતા શકુનીઓને પકડવા ટીમ એલસીબીએ દરોડો (Raid on Bhavnagar LCB gambling) પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ નાસી છૂટે તેવી સંભાવનાના પગલે પોલીસે ડ્રોન કેમેરા (Drone camera) ની મદદ મેળવી આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 16,700 રોકડ, ફોન સહિત કુલ 36,700 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. બોર તળાવ પોલીસ મથક (Bor Talav Police Station) ખાતે પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમ ભાવનગર શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડા મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ, દિવાલ પાસે ખાર વિસ્તારમાં જાહેર જગ્યામાં કેટલાંક માણસો જુગાર રમી અને રમાડી રહ્યા છે. આ બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોન કેમેરામાં જુગાર રમતા શખ્સો કેદ થઈ જતાં પોલીસની ટીમે તુરંત ત્યાં રેઇડ પાડીને છ શખસોને ભાગતા દબોચી લીધા હતા.








