Saturday, March 15, 2025
HomeInternationalસિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર કેલિફોર્નિયામાંથી ઝડપાયો : સૂત્રો

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર કેલિફોર્નિયામાંથી ઝડપાયો : સૂત્રો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા(Sidhu Moose Wala)ની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર(Mastermind Goldy Brar)ની યુએસમાં અટકાયત કરવામાં આવી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. ગોલ્ડી મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ છે. ભારતની સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે ગોલ્ડીને પહેલીવાર 20 નવેમ્બરે કે તેની આસપાસ કેલિફોર્નિયામાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જો કે કેલિફોર્નિયા તરફથી ભારત સરકારને આ મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી, પરંતુ ઈન્ટેલિજન્સ વિભાગ RAW, IB, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ ઈન્ટેલિજન્સને ચોક્કસપણે એવા ઈનપુટ મળ્યા છે કે ગોલ્ડી બ્રારને લઈને કેલિફોર્નિયામાં ભારે હલચલ મચી ગઈ છે અને તેને ત્યાંથી શોધીને પકડવામાં આવ્યો છે.

ગુપ્તચર એજન્સીઓને એવી મજબૂત માહિતી હતી કે ગોલ્ડીએ કેનેડામાંથી કેલિફોર્નિયામાં પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હતું અને તે દરમિયાન તેણે કેલિફોર્નિયાના સેક્રામેન્ટો, ફ્રિઝો અને સોલ્ટ લેકને પોતાનું સલામત ઘર બનાવ્યું હતું. કેનેડામાં વ્યવસાયે ટ્રક ડ્રાઈવર એવા ગોલ્ડી બ્રારને કેનેડામાં જબરદસ્ત ખતરો અનુભવાઈ રહ્યો હતો, તેની પાછળનું એક કારણ એ પણ હતું કે કેનેડામાં મુસેવાલાના ચાહકો મોટી સંખ્યામાં છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા(Sidhu Moose Wala) તરીકે જાણીતા શુભદીપ સિંહ સિદ્ધુની પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રાર આ હત્યાની જવાબદારી લીધી હતી. મુસેવાલાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણી મોટી વાતો સામે આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સિદ્ધુ મુસેવાલાને 19 ગોળી વાગી હતી અને 15 મિનિટની અંદર તેમનું મૃત્યુ થયું હતું. મોટાભાગની ગોળીઓ મુસેવાલાના શરીરની જમણી બાજુએ વાગી હતી. મૃત્યુનું કારણ હેમરેજ શોક હોવાનું કહેવાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular