બિલી મારકુસ: ક્રિપ્ટો એ માત્ર ગેમબલિંગ ફક્ત મોજ ખાતર જ સટ્ટો કરવો જોઈએ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : મેક્રોઈકોનોમિક સ્તરે પ્રવર્તતી અચોક્કસતાઓ અને એફટીએક્સ એક્સ્ચેન્જ પસીભાનગવાની ચિંતાઓ છતાં બુધવારથી ક્રિપ્ટો કરન્સી માર્કેટ ફરી તેજીના પાટે ચઢવા અગ્રેસર બની છે. બિટકોઈને ૧૭૦૦૦ ડોલર ઉરપની અને ઇથેરીયમે ૧૨૦૦ ડોલર વટાવ્યા પછી ૧૩૦૦ને પા કરવાની દોડ શરૂ કરી છે. ઉધવારે બિટકોઇન ૪ ટકાના ઉછાળે ૧૭૦૬૮.૭૬ ડોલર થયા બાદ શુક્રવારે ૧૬૯૧૭ ડોલર (રૂ. ૧૩,૭૧,૧૫૦)ના ભાવે ટ્રેડ થતો હતો, કોઇન માર્કેટ કેપ અનુસાર ક્રિપ્ટો બજારમાં બિટકોઇનની પ્રભુત્વ ૩૮ ટકા છે.
ગોકસીતૈઇન મીડિયાના સ્થાપકો કહે છે કે બિટકોઇનના ભાવ ૧૦ લાખ ડોલર થવાની ભવિષ્યમાં કોઈ જ શક્યતા નથી. અલબત્ત, તેઓ માને છે કે ક્રિપ્ટો જગતમાં બિટકોઇનના ભાવ બેન્ચમાર્ક રહેશે અને તમામ ક્રિપ્ટો કોઇનમાં તેની આગેવાની હંમેશા રહેશે. ગોકસીતૈઇન વધુમાં કહે છે કે આગામી તેજીની સાયકલ વખતે કેટલાંક નવા અબજોપતિનો ઉમેરો થશે. નિશ્ચિત પણે જેમને નવા કોઈન ખરીદ્યા છે, તેમના માટે ભાવિ ઉજ્જવળ હશે.
પણ ડીજીકોઇનના સહસ્થાપક બિલી મારકુસ જરા જુદી વાત કરે છે અમે વારંવાર કહ્યું છે તેમ ક્રિપ્ટો એ માત્ર ગેમબલિંગ અને સટ્ટો જ છે એવું અમે માનીએ છીએ. પણ મુબિસ કેપિટલના સ્થાપક અને જૂના સમયના રોકાણકાર માર્ક મુબિસ તો ત્યાં સુધી કહે છે કે બિટકોઇનનો ભાવ ૧૦,૦૦૦ ડોલરની નીચે જઈ શકે છે, ક્રિપ્ટોકરન્સી એ રોકાણકારો માટે ખુબજ જોખમી છે, મને કે મારા રોકાણકારોના નાણાંનું રોકાણ કરતાં હવે બહુ ડર લાગે છે. અસંખ્ય રોકાણકારો હવે તેમાં વિશ્વાસ ધારાવતા થયા હોવાથી ક્રિપ્ટો બજારની અસ્તિત્વ આજીવન રહેશે, પણ એ જોવું વાજબી રહેશે કે બિટકોઇનના ભાવ તેમણે કઈ રીતે મદદરૂપ થાય છે.
તમે જુઓ ગતવર્ષે માંધાતા કહેવાતા રોકાણકારોએ તેમના બિટકોઇનમાં ધરખમ વેચાણ કર્યા પછી ભાવ કયા ગયા હતા. ત્યાર પછી તો એફટીએક્સ એક્સ્ચેન્જ પડી ભાંગ્યું અને બિટકોઈને નવું તળિયું બનાવ્યું, ત્યાર પછી હવે કળ વળતાં તેઓ પાછા ખરીદવા આવ્યા છે. માર્ક મુબિસે મે મહિનામાં રોકાણકારોને સલાહ આપી હતી કે ઘટાડે લેવાની વ્યૂહરચના પણ વાજબી નથી, કારણ કે બજારને હજુ વધુ નીચે જવું છે. હજુ ગયા મહિને જ તેમણે કહ્યું હતું કે લોકોએ ક્રિપ્ટોકરન્સીને મૂડી રોકાણનું સાધન નહીં ગણવું જોઈએ માત્ર મોજ ખાતર સટ્ટો કરવો જોઈએ.
બીજા નંબરની મોટી ક્રિપ્ટોકરન્સી ઈથરના ભાવ ૭ ટકા વધીને ૧૨૭૨ ડોલર મુકાયા હતા. જો બિટકોઇનના ભાવ આ જ પ્રકારે ૧૭૦૦૦ ડોલરની ઉપર વધતાં રહેશે તો વધુ તેજીવાળા બજારમાં પ્રવેશવા ઉત્સાહિત થશે. ઇથેરીયમને પણ તેનો લાભ મળી રહ્યો છે. મુદ્રરેક્સના સ્થાપક એડલ પટેલ કહે છે કે તેજીવાળા ઇથરને ૧૩૦૦ ડોલર ઉપર લઈ જવા ઉતાવળા થયા છે. કોઈનજેકકોના ડેટા પ્રમાણે ક્રિપ્ટોબજારનું જાગતિક સર્વાંગી મૂલ્યાંકન ૧ ટ્રિલિયન ડોલરથી સહેજ નીચે છે, જે સપ્તાહના આરંભ સુધી ૮૯૫ અબજ ડોલર હતું.
આ સપ્તાહે તમામ ક્રિપ્ટો ટોકન (કોઈન) ઊંચા ભાવથી ટ્રેડ થાય છે. ઇથેરીયમ ૮ ટકા, પોલકાડોટ અને દિજઇકોઇન ૬ ટકા, એકસઆરપી, પોલિગોન, અને લિટકોઇન તમામ પાંચ ટકા વધી આવ્યા છે. કૂલ ટ્રેડિંગ વોલ્યુમ પણ ૭ ટકા વધ્યું છે. અમેરિકન ક્રિપ્ટોકરન્સી બ્રોકરેજ હાઉસ જેનેસીસ કંપનીના એટોર્ની કંપનીને નાદારીમાંથી બચાવવા પુન:ગાંઠણના પ્રયાસ કરી રહયા છે, મંગળવારે બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર આપ્યા પછી કંપનિના ક્રેડિટરોએ પૈસા પાછા મેળવવા લાઇન લગાવી હતી. આ ઘટનાની અસર પછી જેનેસીસ કંપનીએ સત્તાવાર રીતે કહ્યું હતું કે અમે નાદારીથી બચવાના પ્રયાસમાં લાગ્યા છીએ.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796