Thursday, April 24, 2025
HomeBusinessસાત સત્રથી વધી રહેલા જહાજી નૂર: બાલ્ટિક ઇંડેક્સ સવા મહિનાની ઊંચાઈએ

સાત સત્રથી વધી રહેલા જહાજી નૂર: બાલ્ટિક ઇંડેક્સ સવા મહિનાની ઊંચાઈએ

- Advertisement -

હુથીએ અમેરિકન ડિસ્ટરોયર સહિત બે ખાનગી જહાજો પર હુમલા કર્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): દરિયાઈ માલવાહક જહાજોના નૂરનો બાલ્ટિક ઇંડેક્સ (Baltic Index) એક મહિના કરતાં વધુની ઊંચાઈએ પહોંચી ગયો છે. જંગી વહાણો કેપસાઇઝ, અને સુપ્રામેક્સ જહાજોના નૂરમાં મોટો સુધારો જોવાતા ઇંડેક્સ ઊર્ધ્વગતીએ આગળ વધ્યો હતો. શુક્રવારે આ ઇંડેક્સ સતત સાતમા ટ્રેડિંગ સત્રમાં વધ્યો હતો. કેપસાઇઝ, પાનામેક્સ અને સુપ્રામેક્સ શિપિંગ વેસલનો સર્વાંગી ઇંડેસ્ક સપ્તાહાન્તે ૧૩ પોઈન્ટ વધી ૧૯૯૭ પોઈન્ટ મુકાયો હતો, જે ૧૪ મે પછીનો સૌથી ઊંચો હતો.

કેપસાઇઝ જહાજ, જે ૧.૫ લાખ ટન જેટલો કોલસો, આયર્ન ઑર્ જેવા કાચામાલોનું વાહન કરે છે, તેનું નૂર શુક્રવારે સરેરાશ ૧૨૫૫ ડોલર વધીને ૨૫૫૩૩ ડોલર થતાં ઇન્ડેક્સમાં સમાવિસ્થ આ જહાજનો ઇંડેક્સ ૨૫ પોઈન્ટ વધી ૨૯૬૬ રહ્યો હતો. જે ચીનના નૂર દલાલોના મતાનુસાર ૧૩ મે પછીની નવી ઊંચાઈ હતી. પાનામેક્સ જહાજ જે ૬૦થી ૭૦ હજાર ટન અનાજ કે આયર્ન ઓરનું વાહન કરે છે, તેનું સરેરાશ નૂર ૩૧૪ ડોલર ઘટીને ૧૭,૨૭૧ ડોલર બોલાતા તેનો ઇંડેક્સ પણ ૩૫ પોઈન્ટ ઘટીને ૧૯૧૯ પોઈન્ટ રહ્યો હતો. પ્રમાણમાં નાનું કહી શકાય તેવું માલવાહક જહાજ સુપ્રામેક્સનો ઇંડેક્સ ૧૨ પોઈંટ વધીને ૧૩૭૪ પોઈન્ટ રહ્યો હતો.

- Advertisement -

દરમિયાન, યુકેના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશનના પ્રવક્તાએ કહ્યું હતું કે કે લાલ સાગરના ચાંચિયા એવા યમની હુથી આતંકવાદીઓએ બીજું માલવાહક જહાજ પોતાના કબજામાં લઈ લીધું હતું. પરિણામે ૧૯ જૂને એક તબક્કે જહાજી નૂરનો વેપાર અટકી પડ્યો હતો, ત્યાર બાદ સતત સાત દિવસ સુધી નૂર વૃધ્ધિ જળવાઈ રહેતા બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ વધ્યો હતો.

ચીનનો આયર્ન ઑર્ વાયદો આરંભમાં વધ્યો હતો, પછીથી સ્પષ્ટ દિશાદોર મેળવવા સંઘર્ષમાં પડ્યો હતો. વાત એવી પણ હતી કે સ્ટીલના સૌથી મોટા વપરાશકાર ચીનમાં વૈકલ્પિક ઉત્પાદન કાપણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેથી સ્ટીલના કાચામાલો પર તેની અસર જોવાઈ રહી છે.

ફૂજીયાન પ્રાંતના દક્ષિણ હિસ્સામાં સ્ટીલ ઉત્પાદનમાં નિયંત્રણો લગાવાઈ રહ્યાની વાતો પર આયર્ન ઑર્ વાયદામાં રોકાણકારોનું નફાબુકિંગ આવતા વધ્યા મથાળેથી ભાવ પાછો ફરી ગયો હતો.

- Advertisement -

એલાઇડ શિપબ્રોકિંગે તેના સાપ્તાહિક અહેવાલમાં કહ્યું હતું કે, કેટલાંક દેશના જહાજી રુટ તબક્કાવાર પુન: ખૂલી રહ્યા હોવાથી કાચામાલના રિ-સટોકિંગમાં પણ ઉત્પાદકોનો રસ વધ્યો હતો. તેથી પણ ડ્રાય બલ્ક માર્કેટને આસરો મળી ગયો હતો.

યમનના હુથી વિદ્રોહીઓએ રવિવારે જાહેર કર્યું હતું કે ગાઝામાં પેલેસ્ટાઇનને સહયોગ કરવાના હેતુથી, જહાજી હલનચલનમાં અંતરાયો ઊભા કરવા, તેમણે લાલ સાગર અને અરેબિયા સમુદ્રમાં અમેરિકન ડિસ્ટરોયર સહિત બે ખાનગી જહાજો પર હુમલા કર્યા હતા.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular