ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બ્રાઝિલ પોર્ટ (Brazil Port) પર જહાજી ભરાવો અને એકાદ વર્ષ સુધી ચાલનારા પાનામા ચેનલ પરના નિયંત્રણોને પગલે, માલવાહક જહાજી નૂરની જબ્બર માંગ નીકળતા, બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (Baltic Dry Index) ૪ ડિસેમ્બર અગાઉના સતત ૮ ટ્રેડિંગ સત્રમાં ૮૫ ટકા ઉછળીને મે ૨૦૨૨ની ઊંચાઈએ ૩૩૪૬ પોઈન્ટ થયો. આખરે એટલાજ વેગથી મોટા મલવાહક જહાજી નૂર ઘટતા, ૮ ડીસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના માત્ર ચાર સત્રમાં ૨૬ ટકા ઘટીને શુક્રવારે ૨૪૮૩ પોઈન્ટ મુકાયો હતો. શુક્રવારે એક જ દિવસમાં આ ઇંડેક્સ ૩૫૩ પોઈન્ટ એટલે કે ૧૨.૪ ટકા તૂટયો હતો.
કેપસાઇઝ જહાજોના નૂર માર્કેટમાં પડકારજનક અફડાતફડી નોંધાઈ હતી. જગતના પાંચ મોટા દરિયાઈ રુટ (ફાઇવ ટીસી) પર ચાલતા જહાજોના બાલ્ટિક કેપસાઇઝ ઇંડેક્સમાંના સક્રિય એવા પેસેસિફિક રુટ પર એક તબક્કે નૂર દર ૫૪,૫૮૪ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. અલબત્ત, મંગળવારથી દૂર દિલીવારીના નૂરમાં નફા બુકિંગ શરૂ થતાં તેજીનો ફુગ્ગો ફૂટી ગયો હતો. ગત આખા સપ્તાહ દરમિયાન કેપસાઇઝ નૂરમાં માથેમારવાની પ્રવૃતી વેગ પકડી લેતા, કેપસાઇઝના નૂર ગુરુવારે એક તબક્કે ૩૪,૮૫૪ ડોલર બોલાયા હતા.
જેફરિસ એજન્સીના એનાલિસ્ટે એક નોંધમાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી કામકાજોમાં ઉછાળી આવ્યા પછી આ સપ્તાહે ઊંચા નૂર દરો ટકાઉ સાબિત ના થતાં ભારે ઘટાડો જોવાયો હતો હવે બજારમાં આ જ પ્રકારની નબળાઈ જોવા મળશે. પણ ટ્રેફિગર્સના એલન કુમીન્ગ માને છે કે બલ્ક જહાજી નૂર બજારનો આંતરપ્રવાહ હજુ હકારાત્મક છે. ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકમાં કાર્ગો મૂવમેન્ટમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે. બ્રાઝિલમાં બમ્પર સોયાપાક, ઇન્ડોનેશિયાથી કોલસાની વ્યાપક નિકાસ અને જગતભરમાં આયર્ન ઓરની હેરાફેરીએ નૂર બજારને મજબૂત બનાવી દીધી હતી.
૧.૫ લાખ ટન કોલસો અને આયર્ન ઓર જેવી જથ્થાબંધ કોમોડિટીનું વહન કરતાં કેપસાઇઝ જહાજોનું દૈનિક સરેરાશ નૂર ગત સપ્તાહમાં ૪૬૬ ડોલર વધી એક તબક્કે ૩૫૩૨૦ ડોલર થયું હતું. આયર્ન ઓરના સૌથી મોટા વપરાશકાર ચીનથી વ્યાપક નિકાસ થયા અહેવાલ, અને માંગ સતત વધી રહી હોવાથી અને ચીન દ્વારા આર્થિક પેકેજ આપ્યાના અહેવાલ પર આયર્ન ઓર વાયદો મક્કમ થયો હતો. પનામેક્સ ઇંડેક્સ ૯૩ પોઈન્ટ કે ૪.૨ ટકા ઘટી ૨૦૧૪ પોઈન્ટ મુકાયો હતો. સાપ્તાહિક ધોરણે તે ૬ ટકા ઘટ્યો હતો, એક મહિનામાં આ સૌથી મોટો ઘટાડો હતો. ૬૦ થી ૭૦ હજાર ટન કોલસો અને અનાજ જેવી કોમોડિટીનું વાહન કરતાં પનામેક્સ જહાજની દૈનિક સરેરાશ આવક ૮૪૪ ડોલર ઘટી ૧૮૯૩૨ ડોલર નોંધાઈ હતી. પ્રમાણમાં નાના ગણાતા જહાજો સુપ્રામેક્સ ઇંડેક્સ ૧૭ પોઈન્ટ અથવા ૧.૧ ટકા ઘાટને ૧૫૨૧ પોઈન્ટ રહ્યો હતો, ગત સપ્તાહમાં તે કૂલ ૩.૩ ટકા ઘટ્યો હતો.
જગતના પાંચ મોટા દરિયાઈ રુટ પેસિફિક વિસ્તારમાં સપ્તાહના અંતે નૂર લેવેચનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરિણામે નૂરમાં ૫૦ સેન્ટથી ૧ ડોલરનો નજીવો સુધારો જોવાયો હતો. વધુમાં કેપસાઇઝ બજારમાં ખાસ કરીને બ્રાઝિલ અને પશ્ચિમ આફ્રિકાના દેશોથી દૂર પૂર્વના દેશો સુધી નૂર દરો સ્થિર થતાં જોવાયા હતા, પરિણામે સેન્ટિમેન્ટમાં બદલાવ આવવાની શક્યતા જોવાઈ હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








