નવજીવન ન્યૂઝ.શામળાજી: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક રૂદરડી ગામ પાસે અમદાવાદથી રાજસ્થાન તરફ જતું ટ્રક-કન્ટેનર ડિવાઈડર સાથે ભટકાયા પછી પલ્ટી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. એક કલાકથી વધુ સમય સુધી ટ્રક રોડ પર પડી રહેતા વાહન ચાલકો અટવાય પડ્યા હતા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.
ગુરુવારે સવારના સુમારે શામળાજી નજીક આવેલા રૂદરડી ગામ પાસે ટ્રક-કન્ટેનર ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડરને ટક્કર મારી પલ્ટી ખાઈ જતા સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રાજસ્થાન તરફ જતો એક સાઈડનો રોડ બ્લોક થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. હાઇવે પર વાહનોની કતારો જામતા શામળાજી પોલીસ દોડી આવી ભારે જહેમત બાદ ટ્રાફિક પુર્વરત કરાવતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












