Monday, June 22, 2026
HomeGujaratઅરવલ્લી: અસાલ GIDCમાં પ્રદુષણ ફેલાવતી કેમીકલ ફેકટરીઓ સામે કલેકટરને ફરિયાદ, જનજીવન પર...

અરવલ્લી: અસાલ GIDCમાં પ્રદુષણ ફેલાવતી કેમીકલ ફેકટરીઓ સામે કલેકટરને ફરિયાદ, જનજીવન પર સંકટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક નેશનલ હા.નં-૮ પર આવેલ અસાલ જીઆઈડીસીમાં આવેલી કેમીકલ સહીત અન્ય ફેકટરીઓના પગલે આજુબાજુના ગ્રામ્ય વિસ્તરોમાં હવા અને જમીનમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જેને પગલે કુવા, બોરના પાણી પ્રદુષિત થતા લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવી ભીતિ પેદા થતા ખેડૂત એકતા મંચ દ્વારા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી પ્રદૂષણ ઓકતી ફેકટરીઓ સામે પગલાં લેવા લેવામાં આવેની માંગ કરી હતી.


અસાલ જીઆઈડીસીમાં આવેલી કેમીકલ ફેકટરીઓ જીપીસીબીની મીલીભગતથી નિયમોનું ઉલાળીયો કરી પ્રદુષણ આંકી રહી છે. જીઆઈડીસીમાં કાર્યરત વિવિધ ફેકટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી નષ્ટ થઈ રહી છે. સતત હાનિકારક કેમિકલના પગલે જમીનમાં કેમીકલ ઉતરતા નજીકના ગામડાઓમાં કુવા-બોરના પાણી કેમીકલ યુક્ત બનતા પાણી પીવાલાયક ન રહેતા કેન્સર જેવી જીવલેણ બીમારી સહીત અન્ય બીમારીઓનું ગ્રામ્ય વિસ્તારમાં લોકો પર સંકટ ઉભું થયું છે. ત્રણે કંપનીઓના પાપે અનેક લોકો પ્રાણીઓને અને ખેતીને નુકસાન થઇ રહ્યું છે. ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે.

- Advertisement -

અસાલ ગામ નજીક આવેલ કેમિકલ કંપનીઓના કારણે અસાલ, સોડપુર, વાંદિયોલ, નાપડા, નાપડા જાગીર, ખારી, વજાપુર, બ્રહ્મપુરી, લાલપુર, ખીલોડા, ઈશ્વરપૂરા સહીત પંદર જેટલા ગામોમાં અસર જોવા મળી રહી હોવાથી ખેડૂત એકતા મંચે અસાલ ગામે આવેલી સાબર ઇન્ડસ્ટ્રીઝ, ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય એક કેમિકલ સામે પગલાં લેવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.





- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular