Thursday, July 2, 2026
HomeGeneralસાણંદમાં ગર્ભવતી બહેન-બનેવીને છરીના ઉપરાછાપરી ઘા મારી પતાવી દેનાર ભાઈને ફાંસી

સાણંદમાં ગર્ભવતી બહેન-બનેવીને છરીના ઉપરાછાપરી ઘા મારી પતાવી દેનાર ભાઈને ફાંસી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ સાણંદમાં વર્ષ 2018માં ગર્ભવતી બહેન- બનેવીની હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્યકોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.

સાણંદમાં તરુણા બેન તેઓના કુંટુંબીજનોના મરજી વિરુદ્ધ લાલો ઉર્ફે દિનેશના ભાઈ વિશાલ સાથે કોર્ટ લગ્ન કર્યા હતા. આ બાબત તેના ભાઈને પસંદ ન આવતા હાર્દિકે તેની ગર્ભવતી બહેન તરુણા તથા બનેલી વિશાલને છરીના ઘા મારીને મોતને ધાટ ઉતારી દીધા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. હાર્દિકે બહેનને 8 ઘા અને બનેવીને 17 ઘા માર્યા હતા. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.

- Advertisement -



આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધારે સજા સભંળાવી હતી. નામદાર કોર્ટે મરણ જનાર વિશાલના માતા પિતાને 10 લાખનું વળતર ચૂકવવામાં આવે અને 50 હજાર સાક્ષીને પણ કોમ્પોઝિશન આપવા કોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular