નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: મેઘરજના બીટી છાપરાં ગામે ડિટોનેટર કેપથી પતિએ આત્મઘાતી હુમલો કરતાં રેંજ આઈજી અભય ચુડાસમા સહીત પોલીસતંત્ર ચોંકી ઉઠ્યું હતું અને ગાંધીનગર રેંજમાં એક્સ્પ્લોઝીવ ડીવાઈસનું ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહીના આદેશ આપતા સાબરકાંઠા જીલ્લા પોલીસવડા નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે વડાલીના ભંડવાલ ગામે બે રહેણાંક મકાનમાં રેડ કરી ૬૨ નાઇટ્રેટ મીક્સસર ટોટા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પઢારા ગામે રેડ કરી વાઘજી સાયબા ભાઈના ઘરમાંથી દેશી બંદૂક સાથે ઝડપી લીધો હતો.
સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમને વડાલીના ભંડવાલ ગામમાં એક્સ્પ્લોઝીવ ડિવાઇસનો વેપલો થતો હોવાની બાતમી મળતા તાબડતોડ ભંડવાલ ગામે ત્રાટકી દલપત માધાભાઇ પટેલના ઘરમાંથી નાઇટ્રેટ મીક્સર ટોટા-૩૨ અને અમૃત રામભાઈ દેસાઈના રહેણાંક મકાનમાંથી નાઇટ્રેટ મીક્સર ટોટા-૩૦ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












