નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદનો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવા બુટલેગરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. પોલીસતંત્રએ મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરાના દોલપુર નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની ૩૫૫ બોટલ સાથે રાજસ્થાની બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથધરતા અંતરિયાળ માર્ગે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા દોલપુર નજીક વોચ ગોઠવી બાતમી આધારીત સ્વીફ્ટ કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૩૫૫ બોટલ કીં.રૂ.૨૨૪૪૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર ભરત કાલુરામ નિનામા (રહે,કાનપુર પાટિયા-ખેરવાડા,રાજ) ને દબોચી લઇ સ્વીફ્ટ કાર, દારૂ,મોબાઈલ મળી રૂ.૭.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાની બુટલેગર પ્રભુ દરંગા અને વિદેશી દારૂ મંગાવનાર અને અમદાવાદ દાસ્તાન સર્કલ પાસે દારૂની ડીલેવરી લેવા આવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












