Tuesday, June 30, 2026
HomeGujaratસાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રીથી ભયનો માહોલ: ઇડર તાલુકના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલ યુવતી...

સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રીથી ભયનો માહોલ: ઇડર તાલુકના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલ યુવતી ઓમિક્રોનથી સંક્રમિત

- Advertisement -

જય અમીન (નવજીવન.સાબરકાંઠા): કોરોનાના કહેર બાદ હવે વિશ્વભરમાં ઓમિક્રોન વોરીએન્ટે હાહાકાર મચાવ્યો છે. જીવલેણ બનેલા ઓમિક્રોન વાયરસ ઝડપથી લોકોમાં ફેલાતો હોવાથી તેત્ર સતર્ક બન્યું છે. જોકે, કોરોના હળવો બન્યા બાદ સરકારે આપેલી છુટછાટને કારણે લોકોએ કોરોના ગાઈડ લાઈનને હળવાશથી લીધી હતી અને માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. સર્જાયેલી પરિસ્થિતી વચ્ચે સાબરકાંઠામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇડર તાલુકાના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલ યુવતી કોરોનામાં સપડાયા પછી તેના સેમ્પલ ગાંધીનગર જીબીઆરસીમાં મોકલવામાં આવતા યુવતી ઓમિક્રોન વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવતા આરોગ્યતંત્ર સહીત જીલ્લામાં હડકંપ મચ્યો છે હાલ યુવતી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.



- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલી યુવતીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેશન કરાઈ હતી અને આરોગ્યની ટીમોએ મહિલાના પરિવારના ૩ સભ્યોના આરોગ્યનો સર્વે કર્યો હતો. જ્યારે મહિલામાં નવા વેરિયેન્ટના લક્ષણો છે કે કેમ..?? તે માટે સેમ્પલ ગાંધીનગર જી.બી.આર.સી.માં મોકલવામાં આવ્યા હતા જેમાં યુવતી ઓમિક્રોન વાયરસથી સંક્રમિત હોવાનું બહાર ખળભળાટ મચ્યો છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ભદ્રેસર ગામની યુવતી ઓમિક્રોન પોઝિટીવ આવતા ભયનો માહોલ સર્જાયો છે ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ શરૃ થઈ છે.આ ગંભીર વાયરસ ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે અને ભદ્રેસર જયાં ઓમિક્રોન સંક્રમિત યુવતી રહે છે તે વિસ્તારને સલામમતીના ભાગરૃપે લોકોની અવરજવર ઉપર નિયંત્રણ કરી દેવામાં આવ્યું છે.

ઓમિક્રોન સંક્રમિત યુવતીના સંપર્કમાં આવેલ હિંમતનગર ઝહીરાબાદની બે યુવતીઓ કોરોનામાં સપડાતા ભયનો માહોલ

ઇડર તાલુકાના ભદ્રેસર ગામમાં કેનેડાથી આવેલી યુવતી ઓમિક્રોન સંક્રમિત યુવતીના સંપર્કમા આવેલી હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતી બે યુવતીઓ પણ કોરોનામાં સપડાઈ છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જીલ્લામાં ઓમિક્રોન વાયરસ તળખળાટ મચાવે તો નવાઈ નહિ..??

- Advertisement -



લોકોની હળવાશ ગંભીર સ્થિતીનું નિર્માણ કરે તેવી શકયતા

કોરોનાની ગતી મંદ પડતાં સરકારે છુટછાટ આપી છે જેનો દુરુપયોગ કરીને હાલ લોકો કોરોના ગાઈડ લાઈનને હળવાશથી લઈ રહ્યા છે. ચૂંટણી, લગ્ન પ્રસંગ તેમજ સામાજિક અને રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં લોકો ભય વિના એકઠા થતાં જોવા મળી રહ્યા છે.જેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવા મહત્વના નિયમોનું સરિયામ ઉલ્લંઘન થાય છે. લોકોની હળવાશ આગામી સમયમાં ઓમિક્રોન જેવો જીવલેણ વાઈરસ ગંભીર પરિણામો સર્જે જેવી શક્યતા જણાય છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular