નવજીવન.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના પહાડીયા ગામના અને અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા વિદેશી દારૂના ધંધામાં ડિસમિસ થયેલા પોલીસકર્મીએ ભ્રહ્મપુરી ગામની પરણિત મહિલાને ફસાવી અલગ-અલગ સ્થળે લઇ જઇ બળાત્કાર ગુજારતા અને પોલીસકર્મીની પત્ની અને પરિવારજનોએ પીડિત મહિલાને કડવથ ગામે બોલાવી હિચકારો હુમલો કરતા મહિલાએ તેના પતિ અને પિયરપક્ષના લોકોને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતા બળાત્કારનો ભોગ બનેલી મહિલાને તેના પતિએ હિંમત આપી હતી. આખરે મહિલાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ડિસમિસ પોલીસકર્મી અને તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભિલોડા તાલુકાના પહાડીયા ગામના અને પોલીસકર્મીમાંથી કુખ્યાત બુટલેગર બનેલા અને ડિસમિસ થયેલા પ્રભુદાસ સોમાભાઈ ડોડીયારે શામળાજીના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાને પત્ની બનાવવાની લાલચ આપી આબુ, દમણ અને શામળાજીના ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજારી અને પરણિત મહિલાને તેના પતિને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપતો રહેતો હતો. જાણે ડિસમિસ પોલીસકર્મીની કરતૂતમાં તેની પત્ની અને પરિવારજનો પણ સામેલ હોય તેમ પીડિત મહિલાને કડવથ ગામે ફોન કરી બોલાવી ગડદાપાટુનો માર મારી પોલીસકર્મીના ઘરે રહેતી મહિલાએ લોંખડના સળિયા વડે હુમલો કરી નઠારી ગાળો બોલી ધમકી આપતા ઈજાગ્રસ્ત મહિલાએ શામળાજી દવાખાને સારવાર લેવી પડી હતી. ડિસમિસ પોલીસકર્મીની ધમકીથી ડરેલી મહિલાએ આખરે હિંમત એકઠી કરી તેની સાથે બનેલી ઘટનાની જાણ તેની માતા અને પતિ સહીત સાસરીપક્ષ વાળાને કરતા મહિલાને તેના પતિ અને પરિવારજનોએ હિંમત આપતા મહિલાએ ડિસમિસ પોલીસકર્મી તેની પત્ની અને અન્ય ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શામળાજી પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ૧) પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર, ૨) અલ્કાબેન પ્રભુદાસ ડોડીયાર (પત્ની), ૩) ચંદ્રીક ડોડીયાર (ભાભી), ૪) મંજુલા બેન (ફોઈ) અને ૫) પ્રભુદાસના ઘરે કામ કરતી કામવાળી બાઈ સામે ઇપીકો કલમ-૩૭૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જીપી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












