નવજીવન. રાજકોટ: ગુજરાતમાં અવાર-નવાર થતા આગના બનાવને કારણે દરેક બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. કોઈ પણ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ચકાસણી કર્યા બાદ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક બિલ્ડીંગને ફાયર એનઓસી આપવામાં આવે છે. રાજકોટમાં બે બિલ્ડિંગમાં આવી રીતે ફાયર એનઓસી આપવા માટે એક અધિકારીએ 40000 રૂપિયાની લાંચ માંગી હતી. જેને એસીબી દ્વારા પકડવામાં આવ્યો છે.
ફરિયાદીએ રાજકોટમાં બે બિલ્ડીંગનું ફાયર સેફ્ટી માટેના સાધનો લગાડવાનું કામ રાખ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ તેમણે ફાયર વિભાગ જોડે ફાયર એનઓસી લેવા માટે અરજ કરી હતી. ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી કિરીટ કોલીએ એક બિલ્ડીંગ માટે આ એનઓસી આપવા માટે 25000 હજાર એમ બે બિલ્ડીંગ માટે 50000 રૂપિયાની માગણી કરી હતી, કેટલીક રકઝક કર્યા બાદ તે બે બિલ્ડીંગ માટે 4000 રૂપિયા લેવા તૈયાર થયો હતો.
ફરિયાદીને આ લાંચ ન આપવી હોવાને કારણે તેમણે એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના અનુસંધાને રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાએ ટ્રેપ ગોઠવીને કિરીટ કોલીને લાંચ માંગતા અને સ્વીકારતા રંગેહાથ ઝડપ્યો હતો. અત્યારે આરોપીની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












