Thursday, April 23, 2026
HomeGeneralલો બોલો…ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું દૂધ, ડેરી સામે થઈ કાર્યવાહી

લો બોલો…ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું દૂધ, ડેરી સામે થઈ કાર્યવાહી

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા) : સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં નકલી દૂધ બનાવતી ડેરીનો પર્દાફાશ જીલ્લા એલસીબી પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરતા પ્રાંતિજ સહીત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 4 આરોપીની LCBએ ધરપકડ કરી હતી. જોકે સફેદ દૂધનો કાળો કારોબાર ચલાવનાર મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ પોલીસ પકડથી બચી ગયો હતો.

પ્રાંતિજમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સમાં અસલીના નામે નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી સાબરકાંઠા એલસીબી પોલીસને મળતા ચોંકી ઉઠી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રને સાથે રાખી સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ડેરીમાં રેડ કરતા પોલીસ નકલી દૂધ બનતું જોઈ ચોંકી ઉઠી હતી.

- Advertisement -

પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ્સમાંથી એક સગીર સહીત ચાર આરોપીની ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટના સંચાલકો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ નકલી દૂધ ક્યાં-ક્યાં સપ્લાય થતું હતું અને અત્યાર સુધી કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાયા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાંતિજના સલાલ વિસ્તારમાં આવેલી ‘સત્યા ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં પોલીસના દરોડા દરમિયાન નકલી અને ઝેરી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, પામોલીન તેલ અને સોયાબીન તેલ જેવા પદાર્થોનું મિશ્રણ કરીને આ દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ નકલી દૂધને અસલી દૂધના પેકેટમાં પેક કરીને બજારમાં વેચવામાં આવતું હતું, જે લોકો અને ખાસ કરીને બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રીતે બાતમીના આધારે આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોંકાવનારા કૌભાંડમાં એક સગીરની સંડોવણી પણ સામે આવી છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડાના સમયે જ ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular