Monday, June 22, 2026
HomeGeneralયુક્રેનના રાષ્ટ્રપતિના ભાવુક શબ્દોઃ રશિયા સામે લડવા અમને એકલા છોડી દિધા, બધા...

યુક્રેનના રાષ્ટ્રપતિના ભાવુક શબ્દોઃ રશિયા સામે લડવા અમને એકલા છોડી દિધા, બધા દેશો ભયમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીના અનુસાર રુસના હુમલાના પહેલા દિવસે જ 137 લોકોના મોત થયા છે. જેલેંસ્કીએ એક વીડિયો સંબોધનમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આજે અમે અમારા 137 હિરો, પોતાના નાગરિકોને ગુમાવી દીધા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત આ યુદ્ધમાં કોઈનો સાથ ન મળવાની પણ વાત તેમણે રી છે. રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કીએ કહ્યું કે તેમના દેશને રુસ સાથે લડવા માટે એકલો છોડી દેવાયો, અમારા સાથે લડવા માટે કોણ ઊભું છે? મને કોઈ નથી દેખાતું. યુક્રેનને નાટો સભ્યતાની ગેરંટી આપવા કોણ તૈયાર છે? દરેક ડરે છે.




પ્રેસિડેન્ટ વલોડિમિર જેલેંસ્કી દ્વારા વીડિયો સંદેશમાં રાજધાની કેવમાં રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવા કહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રશિયન સમૂહો દ્વારા રાજધાનીમાં પ્રવેશ કરાયો. આવા જ શહેરમાં નાગરિકો સતર્ક રહે અને કર્ફ્યુનું પાલન કરે. તે ઉપરાંત રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયાના લક્ષ્ય નંબર એક હોવા છતાં પણ તેમનો પરિવાર યુક્રેનમાં જ રહેશે.

જણાવી દઈએ કે રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે પહેલા દિવસે યુક્રેનમાં 70 થી વધુ લશ્કરના સ્થળોનો નાશ કર્યો છે. તે હુમલાના કારણે યુક્રેનના લોકો પોતાના ઘર છોડીને બીજા સ્થાનો પર જવા મજબુર થઈ રહ્યા છે. ખરેખર રુસે યુક્રેન પર પોતાના પુરા સૈન્ય દળ સાથે હુમલો કરી દીધો છે. બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોએ આ હુમલાની નિંદા કરી અને તેના ગંભીર પરિણામ આપવાની ચેતાવણી પણ આપી છે, પરંતુ આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તર પર નિંદા અને પ્રતિબંધોને ફગાવતા રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રુસી કાર્યવાહીમાં કોઈ પ્રકારનો હસ્તક્ષેપનો પ્રયાસ થશે તો એવા ગંભીર પરિણામો આવશે જે તેમણે પહેલા ક્યારેય પણ જોયા નહીં હોય. પુતિને સીધી રીતે નાટો અને અમેરિકાને આ ચેતવણી આપી દીધી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular