નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢમાં શુક્રવારથી મહા શિવરાત્રિના પાંચ દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવશે. આ મેળાની ઉજ્જવણી 25 ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી યોજાશે. કોરોનાને કારણે 2 વર્ષથી શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે હવે કોરોના હળવો થતાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ વખતના મેળામાં લાખોની સંખ્યામાં મહાદેવના ભક્ત જોડાઈ શકવાની સંભાવના રહેલી છે.
મહાશિવરાત્રીના મેળાના શરૂવાત પહેલા આજથી અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમતા થશે. સાથે જ રાત્રિના ભજન, ભક્તિની પણ સરવાણી વહેશે. આજે ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર થશે ધ્વજારોહણ કરવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી કોરોનાગ્રહણના કારણે લોકો માટે મેળો યોજાયો ન હતો. હાલ કોરોનાગ્રહણની અસર ઓછી થતાં સરકારે ગાઇડ લાઇન્સ સાથે મેળાની છૂટ આપી છે. ત્યારે આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધુ ભાવિકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.
મહાશિવરાત્રીના મેળાની ઉજવણી 25 ફેબ્રુઆરીથી લઇને 1લી માર્ચ સુધી યોજાશે. જેમાં લાખ્ખોની સંખ્યામાં મહાદેવ ભક્તો જોડાશે. તેમજ ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર વિવિધ અખાડા, આશ્રમોના સંતો- મહંતો, અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાશે. બાદમાં તમામ અખાડા, આશ્રમોમાં પણ ધ્વજારોહણ સાથે મહા શિવરાત્રી મેળાની શરૂઆત કરવામાં આવશે.
શિવરાત્રિ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોત સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જૂનાગઢના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિવરાત્રિ મેળામાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં મેળાને કુલ 3,000 પોલીસ કર્મીઓનું અભેદ સુરક્ષા કવચ પુરૂ પડવામાં આવશે. જેમાં 7 ડિવાયએસપી, 25 પીઆઇ, 94 પીએસઆઇ, 1,408 પોલીસ સ્ટાફ, 669 હોમગાર્ડ, 458 ગ્રામ રક્ષક દળ, 54 ટ્રાફિક જવાનો, 140 મહિલા પોલીસ તેમજ એસઆરપીની 2 કંપની સહિત 3000 પોલીસ કર્મી તૈનાત રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












