નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગતરાત્રે ખ રોડ પર પણ ટ્રેલરની ટક્કરથી એક બાઈક સવાર બે યુવકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બંને મિત્રો બર્થડે પાર્ટી મનાવીને પાછા જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
મળતી માહિતી મુજબ સેક્ટર 22માં રહેતા હર્ષદભાઈ ચૌહાણ પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો કરે છે. તેમનો પુત્ર બાર્ગવ કોલેજ પુરી કર્યા પછી સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતો હતો. તેનો મિત્ર જૈનીલસિંહ ચાવડા જે સેક્ટર 16માં રહે છે તેના પિતા શૈલેન્દ્રસિંહ એસઆરપીમાં ફરજ બજાવે છે. ગત રાત્રે ભાર્ગવ અને જૈનિલ એક્ટિવા લઈ બીજા એક મિત્રની બર્થડે ઉજવવા સરગાસણ ગયા હતા.
મિત્રની બર્થડે પાર્ટી મોડી રાત્રે ઉજવ્યા પછી તેઓ પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે ખ રોડ પર લેવા પ્રમુખનગર ચાર રસ્તા પાસે ટ્રેલર ચાલક સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત પછી ટ્રેલ ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બંને મિત્રોના પ્રાણ ઘટનાસ્થળ પર જ છૂટી ગયા હતા.
અકસ્માતની વિગતો મળતાં સેક્ટર 7 પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતાં બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા અને તેમના પરિવારોને જાણ કરી હતી. અચાનક જુવાન જોધ સંતાનોને મૃત અવસ્થામાં જોઈ પરિવાર ભાંગી પડ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











