નવજીવન ન્યૂઝ.ગુવાહાટીઃ આસામમાં એક શેરી નાટક દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની આજે ધરપકડ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ભાવ વધારાના વિરોધમાં એક મહિલા સહ-અભિનેતા (જે પાર્વતીના રૂપમાં હતી) તેની સાથે બિરાંચી બોરાએ કાલે ભગવાન શિવનો વેશ ધારણ કરી નાટ્ય પ્રદર્શન કર્યું હતું. તેમના આ અનોખા વિરોધ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જો કે, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુ જૂથોએ તેમના કૃત્યની નિંદા કરી હતી. આ સંગઠનોએ તેમનો વિરોધ કર્યો હતો. બાદમાં અભિનેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ બિરિંચી બોરાની અટકાયત કરવામાં આવી હતી અને તેને નાગાંવ સદર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
શેરી નાટકમાં બિરાંચી બોરા અને તેની સહ-અભિનેત્રી પરિશ્મિતાને શિવ અને પાર્વતી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેઓ નાટકમાં એક રોડ પર ટુ-વ્હીલર પર સવાર હતા. સ્ટ્રીટ પ્લે માટે નિર્ધારિત જગ્યાએ વાહન રોકાઈ જાય છે કારણ કે તેનું પેટ્રોલ સમાપ્ત થઈ ગયું હતું. આ મુદ્દે શિવ અને પાર્વતી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તેના પર ‘શિવા’એ ઈંધણની વધતી કિંમતો અને અન્ય મુદ્દાઓ પર મોદી સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું.
તેમણે જનતાને વધતી જતી કિંમતોથી મુક્તિ મેળવવા નરેન્દ્ર મોદી સરકારનો વિરોધ કરવા અપીલ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં બોરાની અટકાયત કરવામાં આવી હતી, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને બોન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








