Sunday, April 19, 2026
HomeGeneralવડોદરાની યુવતીએ કેનેડા જવા સેલવાસના યુવકના 42 લાખ પડાવ્યા, ત્યાં પહોંચી યુવકને...

વડોદરાની યુવતીએ કેનેડા જવા સેલવાસના યુવકના 42 લાખ પડાવ્યા, ત્યાં પહોંચી યુવકને તરછોડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વાપીઃ વડોદરાની એક યુવતી સાથે સેલવાસના યુવકે લગ્ન કર્યા અને લગ્ન પછી યુવતીએ કેનેડામાં રહીશું કહી તેની પાસેથી 42.55 લાખ પડાવી લીધા જે પછી કેનેડા ગયા પછી પતિને તરછોડી દીધા અંગેની પોલીસ ફરિયાદ સેલવાસ પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સેલવાસની ફાધર સ્કૂલ પાસેના ગુરુકૃપા બિલ્ડિંગમાં રહેતા સુરજ ભાવસાર નામના યુવકને થોડા વર્ષો પહેલા વડોદરાની ગુજરાત ટ્રેક્ટર્સ સામે આવેલી વિશ્વામિત્રી ટઉનશીપમાં રહેતી નમ્રતા ભાવસાર સાથે પરિચય થયો હતો. બંનેએ પરિવારની સંમતિ સાથે લગ્ન કર્યા અને નમ્રતા પછી સુરજ સાથે સેલવાસમાં રહેતી હતી. દરમિયાન તેણે સુરજને કેનેજા જઈ શાંતિનું જીવન વિતાવવાના સપના બતાવ્યા. તેમણે તે અંગેની પ્રોસેસ શરૂ કરી અને નમ્રતાએ ડીસેમ્બર 2018થી 2019ના માર્ચ મહિના સુધી ધીમે ધીમે અમદાવાદના ગેપ્સી કન્સલ્ટન્સીને રૂપિયા આપ્યા જ્યાં કામ ન થયું.

- Advertisement -



તેમમે પછી કેનેડાનું કામ તિરુપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રા.લિ. વડોદરાને આપ્યું જ્યાં સુરજે 1.50 લાખ ચુકવ્યા. કામ થઈ ગયા પછી નમ્રતા કેનેડા પહોંચી ગઈ, નોકરી લાગી ગઈ. સુરજ પછી કેનેડા ગયો પરંતુ ત્યાં પતિ પત્નીના સંબંધો પુરા થઈ ગયા, સુરજને પોતે છેતરાયો હોવાની જાણ થઈ. કેનેડાથી પરત ભારત આવતા તેના પિતા રજનીકાંતભાઈએ નમ્રતા સામે ફરિયાદ નોંધાવી હતી. કારણ કે સુરજ પોતાની સાથે થયેલો દગો સહન કરી શક્યો નહીં અને તે માનસિક હતાશાનો ભોગ બન્યો.

પોલીસ ફરિયાદ અનુસાર નમ્રતાએ ખોટા ઈરાદે વિઝા લેવા સુરજ અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરી રૂ. 42,55,750 રૂપિયા પડાવ્યા અને કેનેડાના પીઆર મેળવ્યા પછી સુરજને કેનેડા બોલાવી તેની સાથે છુટાછેડા લેવાની વાત કરી 25મે 2021એ છૂટાછેડા લેનારને જેલ કરીશ તેમ કહી ધમકાવતા તેનો ઈરાદો શરૂઆતથી જ છેતરવાનો હતો. પોલીસે તેમની નોંધાયેલી ફરિયાદ મામલે પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular