નવજીવન. અમદાવાદ: દેશભરમાં આજે 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રજસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ રાષ્ટ્રીયસ્તરે દિલ્હીમાં આજે રાજપથ ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વોર્ર ખાતે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોનના વધતાં સંક્રમણના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અમદાવાદ પોલીસ દ્વારા સામન્ય રીતે કરવામાં આવી હતી.
આજે શાહીબાગ પોલીસ હેડક્વોટર ખાતે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ધ્વજવંદન કરીને કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ પોલીસના વિવિધ વિભાગો દ્વારા પરેડ કરવામાં આવી હતી. સંજય શ્રીવાસ્તવે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદનાં પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યો હજાર રહ્યા હતા.
ધ્વજવંદન અને પરેડ બાદ અમદાવાદ પોલીસના રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંજય શ્રીવાસ્તવ દ્વારા સારી કામગીરી કરીને અમદાવાદ પોલીસનું નામ ઊંચું કરવાવાળા પોલીસ અધિકારો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, “આજે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર અને સારી કામગીરી કરનાર અધિકારીઓએ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા છે, જેના કારણે અન્ય પોલીસકર્મીઓને પણ પ્રોત્સાહન મળી શકે.” આ ઉપરાંત તેમણે કોરોનાના વધતાં કેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોજોના ગાઈડલાઈનના અન્ય નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












