નવજીવન. રાજકોટ: સરપંચનું કામ ગામના લોકોને સુખાકારી અને સારી સગવડો મળી રહે તેનું ધ્યાન રાખવાનું છે. પરંતુ કેટલીક વાર ગામમાં સારું કામ કરતા લોકોને કામ કરવા માટે પણ સરપંચને લાંચ આપવી પડે છે. રાજકોટમાં એક મહિલા સરપંચના પતિએ એક કોન્ટ્રાકટર પાસેથી 4 લાખ રૂપિયા જેટલી મોટી લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદીની જાગૃતિના કારણે એસીબી દ્વારા આ મહિલા સરપંચ અને તેના પતિની અટકાયત કરી લેવામાં આવી છે.
ફરિયાદીને વાડીનાર ગામમાં બાઉન્ડ્રી વોલનું બંધકામ અને સાઈટ ડેવલોપમેન્ટનું કામ કરવાનું હોવાથી ગામના સરપંચ હુશેનાબાનુ સંધારના પતિ ડો. અબ્બાસ સંધારે કામ ચાલુ કરવા માટે અને કામમાં અડચણ ન થાય તેના માટે ફરિયાદી પાસે 4 લાખ રૂપિયા, ઘરવખરીનો સમાન, 3 મોબાઈલ ફોન અને બે આઈફોન લાંચ રૂપે માગ્યા હતા. પહેલા ફરિયાદી આરોપીને 50 હજાર રૂપિયા રોકડા, ઘરવખરીનો સમાન અને ત્રણ મોબાઈલ ફોન આપ્યા હતા પરંતુ બીજા 3,50,000 અને બે આઇફોન આપવા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કૃ હતી.
ફરિયાદના આધારે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયાએ ત્રેપ ગોઠવીને આ આરોપીને પકડવાનું આયોજન કર્યું હતું. ત્રેપ મુજબ બાકીના પૈસા અને મોબાઈલ ફોન સ્વીકારતી વખતે એસીબી દ્વારા બંને આરોપીઓને એસીબી દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. અત્યારે બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












