Tuesday, November 17, 2026
HomeNationalBihar માં માતાએ પુત્રીની હત્યા કરી, 4 વર્ષની પુત્રીએ છઠ પૂજાનો પ્રસાદ...

Bihar માં માતાએ પુત્રીની હત્યા કરી, 4 વર્ષની પુત્રીએ છઠ પૂજાનો પ્રસાદ એંઠો કર્યો તો માતાએ સજા આપી

- Advertisement -

Mother kills daughter during Chhath Puja in Bihar : બાળકોના દીર્ઘ આયુષ્ય માટે છઠ પૂજા અને વ્રત કરવામાં આવે છે, પરંતુ આ તહેવાર દરમિયાન બિહાર ખાતેથી સામે આવેલા એક સમાચારે સૌને પરેશાન કરી દીધા છે. છઠ પૂજાનો પ્રસાદ એંઠો કરનારી 4 વર્ષની પુત્રી પર ગુસ્સે ભરાયેલી માતા તૂટી પડી હતી. માર મારવાના કારણે બાળકીનું મોત થયું છે. બિહારના સમસ્તીપુર જિલ્લામાં બનેલી આ ઘટના બાદ પોલીસે માતા રીના કુમારીની ધરપકડ કરી છે.

બિહારના સમસ્તીપુર જિલ્લામાં રાજુ પાસવાન તેમની પત્ની રીના કુમારી, 7 વર્ષીય પુત્રી શિવાની કુમારી, 4 વર્ષીય પુત્રી સુહાની કુમારી અને દોઢ વર્ષના પુત્ર રાજા કુમાર સાથે રહેતા હતા. રાજુ પાસવાને પોલીસને જણાવ્યું છે કે, છઠ પૂજા માટે પરિવારના તમામ સભ્યો ઘાટ પાસે ગયા હતા. દરમિયાનમાં પત્ની રીના કુમારીએ પૂજા માટે પ્રસાદ મીઠાઈ તૈયાર કરી રહી હતી. આ સમયે નાની દીકરી સુહાનીએ મીઠાઈને હાથ લગાવી દેતા તે પ્રસાદ એંઠો થઈ ગયો છે તેવું માનીને માતા રીનાએ માસૂમને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. સુહાનીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.

- Advertisement -

છઠનું વ્રત મુખ્યત્વે માતા પોતાના બાળકો માટે રાખતી હોય છે. બાળકોનું દીર્ઘ આયુષ્ય, સારું સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખ-સમૃદ્ધિ માટે વ્રત-પૂજા કરવામાં આવે છે. છઠ પૂજામાં માતાઓ સૂર્ય દેવની સાથે છઠી મૈયાની ઉપાસના કરતી હોય છે. જે બાળકોની રક્ષા અને કલ્યાણ કરવાવાળી દેવી માનવામાં આવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular